ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ
કારમાં 10 કિલો માદક પદાર્થ સાથે નીકળતા પોલીસે ઝડપી લીધો’તો
રાજકોટમાં ભાવનગર રોડ ઉપરથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલા કાર ચાલકે જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ભાવનગર રોડ ઉપરથી એક શખ્સ ગાંજાના જથ્થા સાથે કાર લઈ પસાર થવાનો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. શાખાની ટીમે કાર ચાલક રાહીલ અમીનભાઈ મીણાપરાને 10 કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. જે અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી રાહીલ મીણાપરાને જેલ હવાલે કર્યો હતો.
ચાર્જશીટ બાદ આરોપી રાહીલ મીણાપરાએ જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ન્યાયાધીશ ડી.એસ. સિંઘે આરોપી રાહીલ મીણાપરાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સમીર એમ. ખીરા રોકાયા હતા.