સલાયામાં રૂા.7 લાખના થેલાની લૂંટ
વેપારી દુકાનનું શટર ખોલતા હતા ને બાજુમાં રાખેલ થેલો લઈ બે શખ્સો નાસી છુટ્યા
સલાયાના અતુલ વલ્લભદાસ બદિયાણી તથા કિરીટ વલ્લભદાસ બદિયાણી નામના બે વેપારી ભાઈઓ જે વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્ફરનું કામ કરે છે.જે દરરોજની જેમ ખંભાળિયાથી સલાયા આવી અને પોતાની પાસે રહેલ થેલો જેમાં 7 લાખ જેટલી રોકડ રકમ,ડોક્યુમેન્ટ અને દવાઓ તથા દુકાનની તિજોરીઓની ચાવી હતી.બને ભાઈઓ પોતાની ફોર વ્હીલમાં આવેલ અને એક ભાઈ અતુલ ગાડી પાર્ક કરવા ગયેલ અને બીજો ભાઈ કિરીટભાઇ દુકાનનો લોક ખોલવા માટે શટર પાસે આવેલ અને લોક ખોલવા માટે નીચે પગ પાસે થેલો રાખી લોક ખોલવા જતા. આ સમયે તેમની પાસે રહેલ રોકડ રકમ વારો બ્રાઉન કલરનો થેલો જે પગ પાસે રાખ્યો હતો તે ત્યાં પહેલાથી ઊભેલ એક શખસે ઝડપ ભેર આંચકી લીધેલ અને ભાગેલ અને સામે બીજો વ્યક્તિ જે હોન્ડા ચાલુ રાખીને જ ઉભો હતો જેમાં આ થેલો ઝૂંટવી જનાર વ્યક્તિ બેસી ભાગવા લાગ્યો.
આ સમયે કિરીટભાઇએ એમની પાછળ દોડ્યા અને રાડો પાડી પરંતુ તે નાસી ગયા.જ્યાં આગળ ગાડી પાર્ક કરતા અતુલભાઈ પણ એને રોકવા પ્રયત્ન કરેલ પરંતુ એ લોકોએ અતુલભાઈ ઉપર હોન્ડા માથે ચડાવતા.અતુલભાઈ હટી ગયેલ અને એમની ફોર વ્હીલ ચાલુ કરી પાછળ થોડે સુધી જવા પ્રયત્ન કરેલ પરંતુ એ લોકો બહુ સ્પીડથી નાસી છૂટેલ.આ બને નાસી છૂટેલ આરોપી પાસે કાળા કલરના હોન્ડા હતું. આ બાદ બંને વેપારી ભાઈઓ દ્વારા પોલીસ સ્ટેશને જાણ કરતા તેમજ જિલ્લા એસપી શ્રી જયરાજસિંહ વાળા સાહેબને ફોનથી જાણ કરતા તેમના દ્વારા તાત્કાલિક નાકા બંધી કરાવી હતી.તેમજ જરૂૂરી પગલા લેવા સલાયા પોલીસને તાત્કાલિક જણાવ્યું હતું. સલાયા તેમજ અન્ય પોલીસની ટુકડીઓ જુદીજુદી ટીમ બનાવી અને આ ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ બાબતે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.જેમાં ભારતીય ન્યાય સહિતા 2023 ની કલમ 304(2),54 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.તેમજ ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યા મુજબ એક આરોપીને ફરિયાદી ઓળખી ગયેલ હોય જેનું નામ એજાજ રજાક સંઘાર હોવાનું ફરિયાદી દ્વારા ફરિયાદમાં જણાવેલ છે. બીજો ઇસમ હતો એને મોઢા ઉપર રૂૂમાલ બાંધેલ હોઈ ઓળખી શકાયો નથી. વધુ તપાસ સલાયા મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઇ જોશી સાહેબ ચલાવી રહેલ છે. તેમજ આ તપાસમાં એસપી શ્રી જયરાજસિંહ વાળા સાહેબ લૂંટના બનાવ સ્થળે જાતે નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા.
તેમજ ડીવાયએસપી શ્રી રાઠોડ સાહેબ પણ આ લૂંટના સ્થળે આવી અને ફરિયાદીઓ પાસેથી વિગતો મેળવી અને જરૂૂરી પગલા ભરવા ખાતરી આપેલ હતી. હાલ જુદી જુદી પોલીસની ટુકડીઓ આ લૂંટને અંજામ આપનાર ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સીસીટીવીના આધારે હાલ તપાસ ચાલુ છે. સલાયામાં આ મોટી લૂંટના બનાવે ડરનો માહોલ ઉભો કરેલ છે.લોકોમાં ડર છવાયો જોવા મળી રહેલ છે.પોલીસ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે એવું લોકો ઇચ્છી રહ્યા છે.