માલધારી સોસાયટીમાં ભત્રીજીને આડા સંબંધની શંકાએ કાકા-કાકીએ માર માર્યો
04:44 PM Apr 12, 2025 IST | Bhumika
Advertisement
સામાંકાઠે નવાગામ નજીક માલધારી સોસાટીમા પરિણીતાને આડા સબંધની શંકાએ તેના કાકા - કાકી સહીત ચાર શખ્સોએ પાઇપ વડે માર મારતા તેમને સારવારમા ખસેડાયા હતા આ મામલે બી ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે .
નવાગામમા આવેલી મામાવાડીમા રહેતા પુજાબેન લાલજીભાઇ ચુડાસમા (ઉ.વ. ર0) નામના પરીણીતા સાંજનાં સમયે માલધારી સોસાયટીમા હતી ત્યારે કાકા ઇમરાન નારેજા, કાકી જયોતિબેન, મેહુલ ચાવડા અને અજાણ્યા શખ્સોએ પાઇપ વડે માર મારતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવી હતી. પુજાબેને જણાવ્યુ હતુ કે તેમનાં પતિ રીક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમા એક દીકરી બે દીકરા છે તેમજ પોતે પ્રેમલગ્ન કર્યા છે .
Advertisement
ગઇકાલે કાકા ઇમરાને કહયુ કે તારે બીજા સાથે આડા સબંધ છે તેમ કહી બેફામ માર માર્યો હતો આ મામલે બી ડીવીઝન પોલીસનાં સ્ટાફે ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે .
Advertisement