મોરબી વીજકચેરી ગ્રાઉન્ડમાંથી ટ્રાન્સફોર્મરની ચોરીનો પ્રયાસ
મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ વિભાગીય કચેરી 01 પી.જી.વી.સી. એલ. ઓફિસના ખૂલ્લા ગ્રાઉન્ડમાં રાખેલ 44 વીજ ટ્રાન્સફોર્મરમાથી આરોપીએ ચોરી કરવાના ઈરાદાથીવીજ ટ્રાન્સફોર્મરમાથી 410 લીટર જેટલું ઓઈલ ઢોળી કિં રૂૂ. 53,000 નું નુકસાન કર્યું હોવાની સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીની અવની ચોકડી પાસે મીલાપનગરમા રહેતા અને પી.જી.વી.એલ. કચેરીમાં નોકરી કરતા ભાવેશકુમાર રામજીભાઈ કુંડારીયા (ઉ.વ.41) એ આરોપી વલ્લભભાઈ સવસીભાઈ કુંઢીયા (ઉ.વ.40) રહે. ભીમસર ત્રણ માળિયા વેજીટેબલ રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ વિભાગીય કચેરી -01 પી.જી.વી.સી.એલ. ઓફિસમાં ફરીયાદી નોકરી કરતા હોય અને તેઓની ઓફિસના ખુલ્લા ગ્રાઉન્ડમા રાખવામા આવેલ 44 વીજ ટ્રાન્સફોર્મરમાંથી આરોપીએ મેટલ પાર્ટ તથા પીતળના નટ બોલ્ડ ખોલી ચોરી કરવાના ઇરાદે એક જગાએ ભેગા કરી તેમજ વીજ ટ્રાન્સફોર્મરમાથી 410 લીટર જેટલુ ઓઇલ ઢોળી કિ.રૂૂ. 53,000/- નુ નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં એસીડ પી જતાં વૃધ્ધનું મૃત્યુ
મોરબી શહેરમાં આવેલ વાલ્મીકિવાસ શેરી નં -02 મા રહેતા વૃદ્ધ મહિલાએ કોઈ કારણસર એસીડ પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ જુની જેલ રોડ પર રહેતા મોતીબેન ધમાભાઈ મકવાણા (ઉ.વ.70) નામના વૃદ્ધ મહિલાએ કોઈ કારણસર પોતાના ઘરે એસીડ પી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
