પોલીસના કોમ્બિંગ વચ્ચે માર્કેટિંગ યાર્ડ પાસે મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ, લોકોએ એકને ઝડપી લીધો
શહેરમાં પોલીસના કોમ્બિંગ અને પેટ્રોલીગ વચ્ચે માર્કેટીંગ યાર્ડ પાસેના હુડકો કવાટરમાં રહેતા પરીવારના બંધ મકાનમાં તસ્કરોએ તાડા-નકુચા તોડી ચોરી કરવા ધુસતા પાડોશના લોકોએ મોડી રાત્રીના જાગીને એક શખ્સને પકડી લીધો હતો જયારે ભાગવા જતા એક ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો.જયારે નામચીન તસ્કર નાસી જતા બીડીવીઝન પોલીસે ગુનો નોધી એકની ધરપકડ કરી પુછતાછ કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ માર્કેટીંગ યાર્ડ પાસે આરએમસી હુડકો કવાર્ટરમાં રહેતા અને ચાંદીના દાગીના બનાવવાની મજૂરી કામ કરતા હિતેશભાઈ જીવાભાઈ મકવાણા મોડી રાત્રીના જાગતો હતો જેથી મોડી રાત્રીના ઘર પાસે પાનની દુકાને ફાકી ખાવા માટે ગયો હતો અને પરત પગપાળા ઘેર આવતો હતો ત્યારે પાડોશમાં રહેતા અને ફર્નીચરના વેપારી મનજીતસિંગ સબરવાલ પરિવાર સાથે મુંબઈ ગયા હતા અને તેના બંધ મકાનમાં કોઈ હોય અને કંઈક તોડતા હોવાનો અવાજ આવતા તેને પાડોશી મિત્રો ધર્મેશ ભાઈ,સાગરભાઈ,જયેશભાઈ સહીતને ફોન કરી બોલાવ્યા હતા.
અને તપાસ કરતા મનજીતસિંગના મકાનની ડેલી પર તાળુ લગાવેલ હોય પરંતુ મુખ્ય દરવાજાના તાળા તુટેલા હોય દિવાલ કુદી અંદર જતા મકાનમાંથી ત્રણ શખસો બહાર આવી દીવાલ કુદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમા એક શખસ દિવાલ પરથી પકડાયો હતો અને એક શખસ પકડાયો હતો અને એક શખસ દિવાલ કુદી થોડે આગળ તેના બાઈકમાં બેસી ભાગી ગયો હતો. પકડાયેલા શખસની પુછતાછ કરતા તે ચુનારાવાડમાં રહેતો પ્રતાપ અજીત ધાંધલ હોવાનુ અને ભાગવા જતા પટકાયેલો પ્રિન્સ અશોક પરમાર અને નાસી જનાર નામચીન તસ્કર લખન બચુ માલાણી હોવાનુ રટણ કરતા બીડીવીઝન પોલીસે મકાન માલીક હાલ મુંબઈ હોય પાડોશી હિતેશની ફરિયાદ પરથી ગુનો નોધી પ્રતાપની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.
