For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડતા મહિલાની હત્યાનો પ્રયાસ

12:34 PM May 17, 2025 IST | Bhumika
જૂનાગઢમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડતા મહિલાની હત્યાનો પ્રયાસ

Advertisement

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પ્રેમ સંબંધ રાખવાની ના પાડનાર મહિલાની ભાવનગરનો પૂર્વ પ્રેમી અને અજાણ્યા શખ્સ છરીનાં ઘા મારી હત્યાની કોશિષ કરી નાસી ગયા હતા. ગંભીર ઈજા થવાથી મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં ભાડેથી ત્રણ દીકરી અને દીકરા સાથે રહેતા 40 વર્ષીય મહિલા દોઢેક વર્ષ પહેલા પરિવાર સાથે શાપર વેરાવળ ખાતે સબમર્શીબલ બનાવતી કંપનીમાં કામ કરતા હતા ત્યારે સાથે કામ કરતો ભાવનગરનો અશ્વિન સોલંકી સાથે મહિલાને ઓળખાણ થઈ હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ પતિને પ્રેમ સંબંધની જાણ થતા શાપર વેરાવળથી જૂ નાગઢ રહેવા આવતા રહ્યા હતા. આમ છતાં પણ અશ્વિન સોલંકી ફોન કરી મહિલાને હેરાન કરતો અને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો પરંતુ મહિલાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. ગુરુવારે બપોરના સમયે મહિલા દુકાને છાસ લેવા માટે ગઈ હતી ત્યારે નિધિ ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે પહોંચતા પાછળથી અશ્વિન સોલંકી બાઈક પર અજાણ્યા શખ્સ આવ્યો હતો.

Advertisement

અને અજાણ્યા શખ્સે તેની પાસેની છરીનો એક ઘા મહિલાને કમરના ભાગે ઝીંકી દીધો હતો તે દરમિયાન આજે પતાવી દેવાની છે જીવથી ન રહેવી જોઈએ તેમ કહેતા તેની સાથેના કાળા કપડા પહેરેલ અજાણ્યા શખ્સે છરીનો બીજો ઘા છાતીના ઉપરના ભાગે અને ત્રીજો ઘા પેટના ભાગે મારી દેતા મહિલા લોહી લોહાણ થઈ ગઈ હતી અને ત્યાંથી જીવ બચાવવા ઘર તરફ દોડતા બંને શખ્સ પાછળ આવ્યા હતા પરંતુ મહિલા તેના એપાર્ટમેન્ટ પાસે પહોંચી જતા બંને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ મહિલાની ફરિયાદના આધારે સી ડિવિઝનના પીઆઇ વી. જે. સાવજે બંને શખ્સ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement