થાનગઢમાં જમીન વિવાદ મામલે કાકા-ભત્રીજા પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ
પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો, આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેણાંક વિસ્તારમાં ઘર પાસે આવી પાંચ શખ્સોએ જમીન વિવાદના મનદુખ મામલે શનિવારે રાત્રિના સુમારે કાકા-ભત્રીજા ઉપર ફાયરીંગ કર્યુ હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેણાંક વિસ્તારમાં ઘર પાસે આવી પાંચ શખ્સોએ જમીન વિવાદના મનદુખ મામલે શનિવારે રાત્રિના સુમારે કાકા-ભત્રીજા ઉપર ફાયરીંગ કર્યુ હતું. પરંતુ મીસ ફાયરીંગ થતા લોખંડના પાઇપ વડે હુમલો કરી ભત્રીજાને હાથે કાકાના માથે ગંભીર ઇજા પહોચાડતા હોસ્પિટલ ખસેડી પોલીસે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી ધરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર જર, જમીન અને જોરૂૂ કજીયાના છોરુ કહેવત સાર્થક બનતી જાય છે. ઝાલાવાડમાં આ ત્રણ મામલે જ મારામારી, ફાયરીંગ કે હત્યાની ઘટનાઓ બને છે. થાનગઢમાં નવરાત્રીમાં પ્રથમ દિવસે જ છેડતીની ઘટનાઓને લઇને ગરબી ચાલુ નહીં કરવા મામલે ફાયરીંગની ઘટના બની હતી. ત્યારે થાનગઢની ધોળેસ્વર સ્કૂલ પાસે રહેતા દિપેન ચંદ્રકાંતભાઇ ભરાડ અને ધીરજલાલ હરીભાઇ ભરાડ ઘેર હતા ત્યારે એમની જમીનની બાજુની જમીનના ચાલતા વિવાદ વાળા શખ્સો રીવોલ્વર, લોખંડના પાઇપ સહિતના હથિયાર સાથે રાત્રે સાડા દશેક વાગ્યાના અરસામાં આવ્યા હતા. ઇજાગસ્રત યુવકના જણાવ્યા અનુસાર રીવોલ્વરથી ફાયરીંગ કરી મારવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ આ સમયે મીસ ફાયર થતા જીવ બચી ગયો તો લોખંડના પાઇપ વડે બંને કાકા ભત્રીજા ઉપર પાંચેય શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ભત્રીજાને હાથે અને કાકાને માથાના ભાગે ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.બીજી તરફ ફાયરીંગની ઘટના સાંભળી ડીવાયએસપી વિશાલ રબારી, થાનગઢ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હાલ થાનગઢના પાંચેય શખ્સો સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.