માળિયા મિયાણામાં પ્રેમલગ્ન કરનાર યુવક ઉપર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ
માળીયા મીંયાણામા રહેતા યુવકના સગા કાકાના દિકરાએ આરોપીની દિકરી સાથે ભગાડી લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી મારી નાખવાના ઈરાદાથી આરોપીએ યુવક પર ફાયરિંગ કર્યું હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ માળીયા મીયાણા શહેરમાં હુસેનશા પીરની દરગાહ પાસે રહેતા સલીમભાઈ દિલાવરભાઈ જેડા (ઉ.વ.38) એ આરોપી વલીમહમદ નૂરમહમદ મોવર રહે્. માળીયાવાળા વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સગા કાકાનો દીકરો સિકંદર રસુલ જેડા આરોપીની છોકરીને આઠેક માસ પહેલા ભગાડી લઈ જઈ લગ્ન કરેલ હોય તેનો ખાર રાખી આરોપી સ્વીફ્ટ ડીઝાયર કાર રજીસ્ટર નંબર -જીજે-01-કે.એફ્.-2426 વાળીમા આવી આરોપીએ ફરીયાદી ઉપર બંદુક જેવા હથીયાર વડે મારી નાંખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હોય જેથી ભોગ બનનારે આરોપી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
ચેઈનનની ચીલઝડપ
મોરબીમાં દિવસે ને દિવસે ક્રાઈમમા વધારો નોંધાય રહ્યો છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં પારેખ શેરીમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી બાઈક પર આવેલ ગાઠીયો રૂૂપિયા એક લાખ પાંચ હજારની કિંમતનો સોનાનો ચેઈન ઝુંટવી ગયાની ફરીયાદ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોકમાં શીવા ડોક્ટરની પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દિપકભાઇ પારેખ (ઉ.વ.62) એ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-10-ઈ.એ.-8593 નો અજાણ્યો ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના ગળામાં પહેલ સોનાનો ચેઈન આશરે દોઢ તોલાનો જેની કિંમત રૂૂપિયા 105000 વાળો બળજબરી પૂર્વક ઝુંટવી પડાવી લઈ આરોપી નાસી ગયો હોવાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
