સૌરાષ્ટ્રમાં દરિયાઇ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ, 350 પેટી જપ્ત
મહારાષ્ટ્રની બોટમાંથી વલસાડના આઠ ટંડેલ અને ખલાસીને ઉના પોલીસે રાઉન્ડઅપ કર્યા
દારૂનો જથ્થો કોણે અને કયાંથી મંગાવ્યો ? આઠેય શખ્સોની સઘન પૂછપરછ, લાખોનો મુદ્દામાલ જપ્ત
ઉના નજીક ના સીમર દરિયા કિનારે મરીન પોલીસે દારૂૂ ની મોટી હેરાફેરીનો પર્દાફાશ કરીને મહારાષ્ટ્રની એક બોટમાંથી વિદેશી દારૂૂ-બીયરની 350 થી વધુ પેટી ઓ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે બોટ સાથે વલસાડના 8 જેટલા ટંડેલ અને ખલાશી ને દરિયા ની વચ્ચે થી રાઉન્ડ અપ કરી કાંઠે લવાયા હતા
નવાબંદર પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની વલસાડ ના બોટ માલીક ની ફિશીંગ કરતી બોટ માં દારૂૂ બિયર નો મોટો જથ્થો ભરીને મધદરિયા માર્ગે ઉના તરફ આવતી હોવાની માહિતી મળતા તાત્કાલિક મરીન પોલીસના ઈનચાર્જ પી આઈ મહેન્દ્રસિંહ રાણા તેમનાં સ્ટાફ સાથે મોટો કાફલો સીમર બંદરે પહોંચી સ્થાનિક માછીમારો ની મદદથી બે બોટો લઈ પોલીસ કાફલા સાથે સિમર બંદર થી અંદાજીત પાંચ નોટીમાઈલ દુર મધ દરિયે પોંહચી મહારાષ્ટ્ર પાસિંગ ની વલસાડ ની બોટ અટકાવી તલાશી લેતા મોટો દારૂૂ નો જથ્થો મળી આવતાં પ્રથમ પોલીસે બોટમાં રહેલાં આઠ શખ્શો ને રાઉન્ડ અપ કરી અન્ય બોટ માં લીધા હતાં ત્યાર બાદ દારૂૂ ભરેલી બોટ કાંઠે આવી શકે તેમ ન હોવાથી દારૂૂ નો જથ્થો સાથે લઈ ગયેલી બે બોટ માં ટ્રાન્સફર કરીને કાંઠે લાવવાં માં આવ્યો હતો બંદર નાં કાંઠે ત્રણ જેટલાં ટ્રેકટરો ભરી આ દારૂૂ ની પેટી નવાબંદર મરીન પોલીસ સ્ટેશન એ પહોંચાડી 8 શખ્શો ને ઝડપી લીધા હતા મોડીરાત્રિ સુધી સતત અંધારા વચ્ચે આ દારૂૂ દરિયા નાં ઉંડા પાણી વચ્ચે થી બહાર કાઢ્યો હતો.
ઉના ના સીમર ના દરિયાઈ માર્ગે વિદેશી દારૂૂનો મોટો જથ્થો પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન ઉના અને જાફરાબાદ,મૂળ દ્વારકા કોડીનાર બંદર નજીક ઉતરે એ પહેલાં મરીન પોલીસ એ ઓપરેશન પુરૂૂં કરી દીધું હતું પોલીસે સત્વરે બોટ મારફત દરિયામાં પેટ્રોલિંગ શરૂૂ કર્યું અને ત્યાંથી પસાર થતી મહારાષ્ટ્ર પાસિંગની બોટને અટકાવી દેવાય હતી પરંતુ દરિયા નાં પાણી ઓછો હોવાને કારણે મુખ્ય ટોલર બોટ કાંઠા સુધી પહોંચી શકી નહોતી આ સંજોગોમાં,પોલીસે સીમર બંદરે માછીમારી કરતાં સ્થાનિક બોટો ની મદદ લીધી હતી. અન્ય બે બોટ મારફતે દારૂૂનો જથ્થો કિનારે લવાયો હતો અને ઉંડા પાણી વચ્ચે થી પોલીસે તેમજ સ્થાનિક માણસો અને ઝડપાયેલા ખલાશી મારફતે 350કરતા વધું પેટી ખંભે ઉઠાવી ને કાંઠે તૈયાર રાખેલા ટ્રેકટરો માં ભરી હતી. મહારાષ્ટ્ર પાસિગ ની વલસાડ ની મુખ્ય બોટને મધ દરિયે કોર્ડન કરાઈ છે દરીયા મા ઓટ આવતાં આ બોટ ને નવાબંદર મરીન પોલીસ સ્ટેશન એ લઈ જવા તજવીજ હાથ ધરી છે.
મહારાષ્ટ્રની મુખ્ય બોટ હજુ પણ મધદરિયે છે અને પોલીસે તેને કોર્ડન કરીને રાખી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બોટ વલસાડ બંદર ની હોય દારૂૂ નો જથ્થો દમણ આજુ બાજુના વિસતાર માંથી ભરાયેલ હોવાની આ શંકા વ્યક્ત કરી હતી પોલીસે આઠ શખ્શો ને રાઉન્ડ અપ કર્યા છે તેની પુછપરછ બાદ આ દારૂૂ નો જથ્થો કોણે મંગાવ્યો હતો અને ક્યાંથી ભરાય આવ્યો છે આ દારૂૂ ના મુખ્ય સુત્રધાર કોણ છે તે અંગે નું રહસ્ય બહાર લાવવામા આવશે.
દિવાળી પર્વ ના તહેવાર નજીક હોય અને આટલી મોટી સંખ્યામાં દારૂૂ ની રેલમછેલ કરવા જથ્થો દરિયાઈ સીમા માર્ગે મંગાવી બોટો મારફત જથ્થો કટીંગ થાય તે પહેલાં પકડીલેવાતાં અસમાજિક તત્વો અને બુટલેગરો બોટ માલીકો નો પર્દાફાશ થયો છે આ ગેર પ્રવૃતિ માં ફિશીંગ કરતાં માછીયારા નો ઉપયોગ કરી સમુદ્ર નો માર્ગે ગુન્હાખોરી કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે.