શાપર-વેરાવળમાં બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર કબજો જમાવવા પ્રયાસ, કલેક્ટરને રજૂઆત
03:42 PM Feb 13, 2025 IST | Bhumika
રાજકોટ શહેરની ભાગોળે શાપર-વેરાવળ ખાતે સુર્યોદય સોસાયટીમાં આવેલ બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર બે અસામાજીક તત્વો કબજો કરવા પ્રયાસો કરી ધાકધમકી આપતા હોવાની જિલ્લા કલેકટર સમક્ષ ફરીયાદ થતા ચકચાર જાગી છે.
Advertisement
શાપર ખાતે આવેલ બ્રહ્માકુમારી આશ્રમના હીના દીદીએ જિલ્લા કલેકટર સમક્ષ લેખીત ફરીયાદ કરી હતી અને જણાવ્યું હતું કે અમારા આશ્રમ સામે રહેતા વજુભાઇ ગોહીલ તથા ગોવિંદભાઇ ટોપરા નામના શખ્સો અવારનવાર આશ્રમના કબજા માટે પ્રયાસો કરે છે અને આશ્રમને તાળા મારી દયે છે. તેમણે ફરીયાદમાં જણાવેલ છે કે, આ સોસાયટીમાં સાર્વજનીક જગ્યા ઉપર પણ ગોવિંદ ગોહીલે કબજો કરી લીધો છે અને 500 વાર જગ્યા ભાડે આપી દીધી છે.
આ અંગે હીના દીદીએ અનેક વખત અરજીઓ પણ કરી હોવાનું તેમજ ઉપરોકત બન્ને ઇસમો અવાર નવાર ધમકીઓ આપતા હોવાનું પણ ફરીયાદમાન જણાવેલ છે.
Advertisement
Advertisement