ઉપલેટા નજીક હનુમાનજી મંદિર આશ્રમના મહંત પાસે બળજબરીથી રૂપિયા પડાવવાનો કારસો
ઉપલેટા નજીક મેલી મજેઠી કેરીયાટીંબા હનુમાનજી મંદીર આશ્રમના મહંત પાસે બળજબરીથી રૂૂપિયા પડાવવા માટે ભાણવડના મોટા કાલાવડના શખ્સે ધમકી આપી બદનામ કરવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ ઉપલેટા નજીક મેલી મજેઠી કેરીયાટીંબા હનુમાનજી મંદીર આશ્રમના મહંત કરૂૂણાદાસ નિર્મળદાસ વૈરાગી (ઉવ 48) ફરિયાદમાં ભાણવડના મોટા કાલાવડના મેરામણ ખીમાભાઈ નંદાણીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં મહંતે જણાવ્યું કે, પોતે મજેઠી કેરીયાટીંબા હનુમાનજી મંદીર આશ્રમમાં સેવા પુજા કરે છે. સોશીયલ મિડીયા માધ્યમથી મહંતને ખબર પડેલ કે સત્ય સનાતન નામનુ વોટસઅપ ગ્રુપ ચાલે છે. તેમા તે જોડાયેલ હતો અને તેમા મોટા કાલાવડનો મેરામણભાઈ ખીમાભાઇ નંદાણીયા તથા બીજા વ્યકિતઓ પણ જોડાયેલ હતા.આ વોટસઅ5 ગુપનો હેતુ કોઇ વ્યકિત સનાતન ધર્મના દેવી દેવતાનુ અપમાન કરે કે ધર્મને નુકશાન થાય તેવુ કાર્ય કરે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા ખર્ચ માટે રૂૂપિયા ભેગા કરતા હતા. મહંત કરૂૂણાદાસ ગ્રુપમા આશરે ત્રણેક મહીના જોડાયેલ હોય અને રૂૂપિયા આપતા હતા અને સેવા કાર્ય કરતા હતા. ત્યારબાદ સમયના અભાવે મહંત કરૂૂણાદાસ આ વોટસઅપ ગ્રુપ માંથીથી નિકળી ગયા હતા.
મહંત કરૂૂણાદાસ ગ્રુપમા ન હોય અને રૂૂપિયા આપતા ન હોય તેનો ખાર રાખી આ મેરામણભાઈ ખીમાભાઈ આહીરે અવાર નવાર ફોન ઉપર અને પોતાની યુટુબ ચેનલ મેરામણ નંદાણીયા નામના આઇ.ડી. ઉપર મહંત કરૂૂણાદાસને ગાળો બોલી જાહેરમાં અપમાનીત