For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RBIમાંથી 48 હજાર કરોડ રિલીઝ કરાવવા કમિશનની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ

12:40 PM Dec 11, 2024 IST | Bhumika
rbiમાંથી 48 હજાર કરોડ રિલીઝ કરાવવા કમિશનની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ
Advertisement

ખંભાળિયામાં રાજકોટના બે ગઠિયાની કારીગરી: ગણતરીની કલાકોમાં બન્નેની ધરપકડ કરતી પોલીસ

ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા એક શખ્સ દ્વારા પોતાના રૂૂપિયા 48,000 કરોડ રિઝર્વ બેન્કમાં જમા છે, તે છોડાવવા માટે ભરવાના થતા ટેક્સમાં ફંડિંગ બદલ તોતિંગ રકમનું કમિશન આપવાના આયોજનબદ્ધ રીતે આસામીઓ સાથે ઠગાઈ થાય, તે પૂર્વે એસ.ઓ.જી. પોલીસે આ પ્રકરણના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Advertisement

આ સમગ્ર પ્રકરણની સિલસિલાબંધ વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટમાં નવા રીંગ રોડ ઉપર અટલ સરોવરની બાજુમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 205 નંબરના ફ્લેટમાં રહેતા ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોઢા નામના 21 વર્ષના શખ્સ દ્વારા ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકમાં ચારિત્ર્ય તથા કોઈ ગુનો નોંધાયો ન હોવા બાબતે પોલીસ વેરિફિકેશનના દાખલાનો ઉપયોગ ચોક્કસ કામ માટે કરવામાં આવ્યો હતો. આ વચ્ચે ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓજી. પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઉપરોક્ત બાબત અંગેની મળેલી માહિતીના આધારે એસ.ઓ.જી.ના જવાનો દ્વારા વધુ માહિતી મેળવતા ઉપરોક્ત શખ્સ દ્વારા આરબીઆઈના ખોટા બનાવેલા દસ્તાવેજોથી પોતાના ખાતામાં રૂૂપિયા 48 હજાર કરોડ જમા થયા છે તેને છોડાવવા માટે ટેક્સ ભરનારને ચોક્કસ ટકાવારીનો હિસ્સો અપાશે તેવી અલગ અલગ વ્યક્તિઓ સાથે મિટિંગ ગોઠવવામાં આવતી હોવા ઉપરાંત આ મીટીંગ સાથે જે-તે આસામી પાસેથી નાણાં મેળવવા માટેની તજવીજ ચાલતી હતી.

આ પ્રકરણમાં આરોપી ઋતુરાજસિંહ સોઢા અને અન્ય એક આરોપી માધવ કિરણકુમાર પ્રતાપરાય વ્યાસ (ઉ.વ. 24, રહે. નાગેશ્વર રોડ, રાજકોટ) દ્વારા ખંભાળિયામાં કોઈ વ્યક્તિ સાથે મીટીંગ કરવામાં માટે આવ્યા હોવાનું વધુમાં ધ્યાને આવ્યું હતું. આથી એસ.ઓ.જી. પોલીસે વચલા બારા ગામેથી આરોપી ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોઢાની અટકાયત કરી લીધી હતી.

આ શખ્સની પૂછતાછમાં તેણે સિંગાપુર ખાતે ડિપ્લોમા બી.ઈ.નો અભ્યાસ કર્યો છે અને એક આર્ટીકલ બેંગલોરની કંપનીને વેચાણ કરેલ છે. અને તેના કુલ રૂૂપિયા 48,000 કરોડ હાલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા છે, અને તેને છોડાવવા માટે રૂૂપિયા 2,400 કરોડનો ટેક્સ ભરવાનો થતો હોય, જેના ફંડિંગ કરી શકે તેવી પાર્ટીઓ સાથે મીટીંગ કરતા આવવાનું તેણે જણાવ્યું હતું.

આ તમામ દસ્તાવેજો જોતા જ પોલીસને દેખીતી રીતે જ ખોટા અને બનાવટી લાગ્યા હતા. આથી પોલીસે ઉપરોક્ત શખ્સની આગવી ઢબે પૂછપરછ કરતા તેના દ્વારા આર્થિક ફાયદો મેળવવા માટે બેંગ્લોરના પ્રભુભાઈ નામના એક શખ્સ પાસેથી આ પ્રકારની બનાવટી ફાઈલ તૈયાર કરાવી હતી. જેમાં આરબીઆઈમાં રૂૂપિયા 48,000 કરોડ બ્લોક હોય, તે અનબ્લોક કરવા માટે રૂૂપિયા ફંડિંગ કરનારને 15 ટકા આપવાની લાલચ આપીને તે મીટીંગ કરવા માટે બોલાવશે તેવું નક્કી થતું હતું. આ પ્રકરણમાં આરોપીને આજ દિન સુધી કોઈએ રૂૂપિયા આપ્યા ન હતા. આટલું જ નહીં, આરબીઆઈમાં કે પોતાના બેન્ક એકાઉન્ટમાં કોઈ રકમ જમા ન થઈ હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આ પ્રકરણમાં અન્ય સંડોવાયેલા મનાતા શખ્સોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ હાલ ચર્ચામાં છે, ત્યારે આ પ્રકારની નવતર ઠગાઈથી સાવચેત રહેવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ફોરેનની બેન્કના ક્રેડિટ લેટર અને આરબીઆઈના કસ્ટમર ઈન્ફોર્મેશન સહિતના નકલી દસ્તાવેજો તૈયાર કર્યા
એસઓજીએ આ કેસની તપાસમાં આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી અને ચોકાવનારા દસ્તાવેજો હાથ લાગ્યા હતાં. આરોપીઓ પાસેની ફાઈલ ચકાસતા તેમાં રિઝર્વ બેન્કનું ડેકલેરેશન લેટર, એચ.એસ.બી.સી.નું કસ્ટમર ક્રેડિટ પત્ર, રિઝર્વ બેન્કનો કસ્ટમર ઇન્ફોર્મેશન રિપોર્ટ, નોટિફિકેશન લેટર, એન.ઓ.સી., એપ્રુવલ લેટર વિગેરે અલગ અલગ પ્રકારના કુલ 17 દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજો ચેક કરતા બધા દસ્તાવેજો ડમી હોવાનું સામે આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement