For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢની યુકો બેંકનું એટીએમ તોડવા પ્રયાસ, 2.5 લાખનું નુકસાન

11:15 AM May 14, 2025 IST | Bhumika
જૂનાગઢની યુકો બેંકનું એટીએમ તોડવા પ્રયાસ  2 5 લાખનું નુકસાન

જૂનાગઢના કાળવા ચોક નજીક યુકો બેંકના એટીએમમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખસે એટીએમમાંથી રૂૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર ઘટનાના ભભદિં ફૂટેજ સામે આવ્યા છે.
બેંકના મેનેજર વિજય વિસાવેલીયાના જણાવ્યા મુજબ, 7 મે 2025ના રોજ સવારે 9:45 વાગ્યે સફાઈ કર્મચારીએ એટીએમનો તૂટેલો લોક જોયો હતો.

Advertisement

તપાસમાં જાણવા મળ્યું કે એટીએમનો મુખ્ય દરવાજો અને અંદરના વોલ્ટના પતરા તેમજ હેન્ડલને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે રાત્રે 12:30થી 3:00 વાગ્યા દરમિયાન એક અજાણ્યો શખ્સ એટીએમમાં પ્રવેશ્યો હતો. તેણે તોડફોડ કરી રૂૂપિયા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે નાણાં ચોરવામાં નિષ્ફળ રહ્યો હતો. એટીએમ મશીનને અંદાજે રૂૂ. 2.50 લાખનું નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી. બેંક મેનેજરે 7 મે 2025ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી,.ત્યારે સાત દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે આઇપીસી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવાની કાર્યવાહી શરૂૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement