For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોસ્પિટલમાં ભત્રીજાની ખબર પૂછવા જતા યુવકનું બાઇક અથડાતાં અજાણયા શખ્સોનો હુમલો

04:50 PM Sep 28, 2024 IST | Bhumika
હોસ્પિટલમાં ભત્રીજાની ખબર પૂછવા જતા યુવકનું બાઇક અથડાતાં અજાણયા શખ્સોનો હુમલો
Advertisement

શહેરની ભાગોળે આવેલા ઢોલરા ગામે રહેતો યુવાન રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભત્રીજાની ખબર પૂછવા આવતો હતો. ત્યારે બાઇક અથડાવા મુદ્દે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાના ઢોલરા ગામે રહેતા કાળુભાઈ જીવાભાઇ માટીયા નામનો 27 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના આરસામાં મવડી ચોકડી પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં કાળુભાઈ માટીયાના ભત્રીજાને મોવડી ચોકડી પાસે આવેલી પરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને કાળુભાઈ માટીયા ભત્રીજાની ખબર પૂછવા બાઈક લઈને આવતા હતા ત્યારે બાઈક અથડાવવા મુદ્દે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ ઉપરાંત બીજા બનાવમાં જામનગરમાં રહેતો આરીફ રજાકભાઈ શેખ નામનો 24 વર્ષનો યુવાન રાજકોટમાં કોર્ટ મુદ્દતે આવ્યો હતો અને ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના આસામમાં મોચી બજારમાં હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement