મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા હોટલ સંચાલક સહિતના શખ્સોનો હુમલો
ચોટીલામાં આવેલા જ્યોતિનગરમાં રહેતા અને સુરજગઢ હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાને હોટલ સંચાલક મિત્રને ઉછીના આપેલા રૂૂ.30 હજારની ઉઘરાણી કરતા ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં આવેલા જ્યોતિનગરમાં રહેતા અને સુરજગઢ ગામે હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રાહુલ લાલજીભાઈ ચૌહાણ નામનો 27 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે દ્વારકાધીશ હોટલના સંચાલક રાજુ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં રાહુલ ચૌહાણ અને હુમલાખોર રાજુ બંને મિત્રો છે. રાહુલ ચૌહાણે મિત્રતાના દાવે રાજુને એક મહિના પહેલા રૂૂ.30,000 હાથ ઉછીનાં આપ્યા હતા. જે રૂૂપિયાની ઉઘરાણી કરતા રાજુ સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.