For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડમાં એક ફૂલ દો માલી જેવા કિસ્સામાં યુવક પર હુમલો

01:38 PM Jun 09, 2025 IST | Bhumika
કાલાવડમાં એક ફૂલ દો માલી જેવા કિસ્સામાં યુવક પર હુમલો

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડમાં એક ફૂલ દો માલી જેવો કીસ્સો સામે આવ્યો છે. એક યુવાનની પત્ની બીજા યુવક પાસે ચાલી ગઈ હોવાથી પોતાની પત્નીને લેવા ગયેલા યુવક ને માર મારી માથામાં સાયલેન્સર ફટકારી ને માથું ફોડી નાખ્યા ની પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ચારેય આરોપીઓને અટકાયતમાં લઈ લીધા છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લા ના કાલાવડ મા કાશ્મીર પરા વિસ્તારમાં રહેતા હનીફશા સુમારશા શેખ નામના ફકીર યુવાને પોતાના માથામાં સાઇલેન્સર ફટકારી દઇ ઇજા પહોંચાડવા અંગે કાલાવાડમાં જ રહેતા અબ્દુલશા કાસમસા શેખ રહીમશા કાસમસા શેખ, આસમાંબાનુ, અને જુલેખાબાનું કાસમશા સામે ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાનનું માથું ફાટી ગયું હોવાથી કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો છે, અને તેને માથામાં ટાંકા લેવા પડ્યા છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી હનીફશાની પત્ની, કે જે આરોપી અબ્દુલશા કાસમશા શેખ પાસે પહોંચી ગઈ હોવાથી પોતાની પત્નીને પરત લેવા માટે જતાં ઉપરોકત આરોપીઓએ હુમલો કરી દીધા નું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી લીધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement