દ્વારકામાં યાત્રાળુને રૂમ ભાડે અપાવવા બાબતે યુવાન પર હુમલો
દ્વારકામાં આવેલા કાનદાસ બાપુના આશ્રમ પાસે રહેતા ગગાભા લખમણભા માણેક નામના 23 વર્ષના હિન્દુ વાઘેર યુવાન દ્વારા બહારગામથી આવેલા એક યાત્રાળુને રૂૂમ રખાવી દેવા બાબતે બોલાચાલી કરી, ધંધા ખારના કારણે આરોપી કિશનભા માણેક અને નીતિનભા બઠીયા દ્વારા બામ્બુ (લાકડી) વડે માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
નુકસાની કરતા શખ્સ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા રણછોડભાઈ મનજીભાઈ કણજારીયા નામના 44 વર્ષના સતવારા યુવાન દ્વારા પોતાના ઘર પાસે પાર્ક કરવામાં આવેલી જી.જે. 32 બી. 7806 નંબરની મોટરકારને ગત તા. 4 ઓક્ટોબરના રોજ વહેલી સવારે સમયે કોઈ કારણોસર આગ લગાવી, ત્રણેક લાખ જેટલું નુકસાન કર્યાની તથા તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકામાં રહેતા દીપક વાલજીભાઈ પરમાર નામના શખ્સ સામે નોંધાવવામાં આવી છે. જે અંગે કલ્યાણપુર પોલીસે રણછોડભાઈ કણજારીયાની ફરિયાદ પરથી દીપક વાલજી સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
દ્વારકાનો શખ્સ વિદેશી દારૂૂના જથ્થા સાથે ઝડપાયો
દ્વારકા તાલુકાના ગઢેચી ગામે રહેતા હિતેશ ઉર્ફે રાજવીર લખમણભાઈ ચાસીયા નામના 23 વર્ષના શખ્સને પોલીસે રૂૂપિયા 13,720 ની કિંમતની વિદેશી દારૂૂની 20 બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.