નવા થોરાળામાં દુકાનેથી ચીજવસ્તુઓ મફતમાં લઇ જવા મામલે સમજાવવા જતાં યુવાન પર હુમલો
મારામારીમાં કોઇએ દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝૂંટવી લીધો: છ શખ્સો સામે ફરિયાદ
નવા થોરાડામાં દુકાનેથી ચીજવસ્તુઓ લઇ જઇ પૈસા ન આપતા શખ્સને સમજાવવા ગયેલા યુવાન પર સાત શખ્સોએ હુમલો કરી 1.07 લાખનો દોઢ તોલાનો સોનાનો ચેઇન અને મોબાઈલ સહિત 1.14 લાખની ચીજ વસ્તુઓ બળજબરીથી પડાવી લઇ ધમકી આપ્યાની ફરિયાદ થોરાડા પોલીસમાં નોંધાઈ છે.
આ ઘટનામાં વધુ વિગતો મુજબ,નવા થોરાડા ગોકુળપરામાં રહેતા હરેશભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.44)એ ફરિયાદમાં કેવલ સોદંરવા, શામજીભાઇ મકાભાઇ મકવાણા,દીલીપ ઉર્ફે દિલો પ્રેમજીભાઇ ચૌહાણ,અજયભાઇ જાદવ,નાગેશ ઉર્ફે છોટુ શામજીભાઇ મકવાણા અને રોહીત ઉર્ફે બાઠી રાઠોડનું નામ આપતા તેઓ સામે રાયોટ અને બળજબરીથી વસ્તુ પડાવવા અંગેની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
હરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.11/04ના રાત્રીના હરેશભાઈ પોતાના ઘરે હતા ત્યારે તેમના માતાએ કહ્યું કે,નવા થોરાડામાં રહેતો કેવલ દુકાનેથી ચીજ વસ્તુઓ લઇ જઇ અને પૈસા આપતો નથી પૈસા માંગીએ તો દુકાન બંધ કરી દેવાનું કહે છે.ત્યાર બાદ હરેશભાઈ કેવલના ઘરે ગયા ત્યારે કેવલ ત્યાં હાજર હતો નહીં અને શામજીમામાને આ હકીકત જણાવી અને બાદમાં કેવલ અંગે પૂછ્યું હતું અને બાદમાં તેમણે તેમના ઘરે આવવાનું કહેતા ત્યાં હરેશભાઈ અને કાકા નિલેશભાઈ પરમાર પહોંચતા ત્યાં કેવલ સોદંરવા,શામજીભાઇ મકાભાઇ મકવાણા, દીલીપ ઉર્ફે દિલો પ્રેમજીભાઇ ચૌહાણ,અજયભાઇ જાદવ,નાગેશ ઉર્ફે છોટુ શામજીભાઇ મકવાણા અને રોહીત ઉર્ફે બાઠી રાઠોડ હતા.બાદમાં શામજીભાઈને હકીકત જણાવતા તમામ આરોપીઓ એક સંપ થઈ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા.
આ સમયે હરેશભાઈએ ગળામાં પેહરેલ સોનાનો ચેઇન આશરે દોઠેક તોલાનો જેની આશરે કિ.રૂૂ. 1,07,000/- નો તથા હાથમાં રહેલ વીવો કંપનીનો વાય 20 જી જેના મોબાઇલ નંબર 81540 94155 વાળો જેના કવરમાં રોકડા રૂૂ પીયા 2500/- જે 500/-ના દરની નોટો હતી તે રોકડા રૂૂપીયા સહીતનો મોબાઇલ ફોનની કિ.રૂૂ. આશરે 7,500/- ગણી શકાય તે સોનાનો ચેઇન તથા મોબાઇલ ફોન બન્ને ઝઘડો કરવા વાળા કોઇએ જુટવીને લઇ લીધેલા તેમજ બાદમાં મોબાઈલ તૂટેલી હાલતમાં સુરેશ નામનો વ્યક્તિ પરત આપી ગયો હતો.આ મામલે હરેશે માથાકૂટથી કંટાડી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા થોરાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.