For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માળિયા મિયાણામાં જમીન મામલે મહિલા સહિતના પર હુમલો

10:53 AM Feb 27, 2025 IST | Bhumika
માળિયા મિયાણામાં જમીન મામલે મહિલા સહિતના પર હુમલો

માળીયામાં સરકારી હોસ્પિટલ પછાળ વાડીમા રહેતા મહિલાના પતિ તથા કાકાજીને જમીન બાબતે મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી બે શખ્સો થાર ગાડી તથા મોટરસાયકલમા ધારીયા, છરી જેવા હથીયાર લઈ આવી ઝપાઝપી કરી મહિલા તથા સાહેદોને ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા સરકારી હોસ્પિટલ પાછળ જેસરભાઈ મોવરની વાડીમાં રહેતા સમીરાબેન અકબરભાઈ મોવર (ઉ.વ.34) એ આરોપી યુસુફ ઉર્ફે ચીટર કાદરભાઈ જેડા તથા સાહિલ યુસુફભાઈ જેડા રહે. બંને માળિયા (મીં) વાડા વિસ્તારવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરી.શ્રી ના પતી તથા ફરીયાદિના કાકાજી ગફારભાઇને જમીન બાબતે મનદુ.ખ ચાલતુ હોય અને ફરીયાદિના કાકાજી ગફારભાઇનો સગો સાળાએ જેનો ખાર રાખી આરોપીઓ થાર ગાડી તથા મોટરસાઇકલમા હાથમા ધારીયા તથા છરી જેવા હથીયારો સાથે આવી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ઝપાઝપી કરી સામાન્ય ઇજા કરી ફરીયાદીના ઘરે પડેલ બ્રેજા કારમા તોડફોડ કરી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement