બાબરાના લુણકી ગામે મહિલા સરપંચના પતિ ઉપર હુમલો
વેરો ભરવાનું કહેતા પાવડો ઝીંકી દીધો
બાબરાના લુણકીમાં પંચાયતનો વેરો ભરી દેવાનું કહેતા ગ્રામ પંચાયતના સરપંચના પતિને એક શખ્સે પાવડાનો હાથો ઝીંકી દીધો હતો. ઉપરાંત સહિ નહી કરી આપો તો હજુ માથાકુટ કરવા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. લુણકી ગામના પરેશભાઈ કાળુભાઈ કથીરીયા(ઉ.વ.40)ના પત્ની રશ્મીકાબેન ગ્રામ પંચાયતમાં સરપંચ છે.
ત્યારે ગામના જ સંતોષ મનસુખભાઈ મકવાણાને પંચાયતનો વેરો ભરી દેવાનું કહ્યું હતું. આ અંગે તેને સારૂૂ ન લાગતા અને મનદુ:ખ રાખી 16 જુલાઈના રોજ સાંજના છએક વાગ્યે પરેશભાઈ ગામના બસ સ્ટેશન ખાતે લાઈટ રીપેરીંગનું કામ કરતા હતા. ત્યારે તેને સંતોષ મકવાણાએ પાવડાનો હાથો ઝીંકી દીધો હતો. આ ઉપરાંત પંચાયતનો વેરો તો ભરી સહિ નહી કરાઈ તો હજુ માથાકુટ કરવા અને ખોટા કેસમાં ફસાવી દેવાની પરેશભાઈ કથીરીયાને ધમકી આપી હતી. લુણકીમાં થયેલી માથાકુટ અંગે બાબરા પોલીસમાં ગુનો નોંધાતા એએસઆઈ વાય.આર.ડેર વધુ તપાસ ચલાવી રહ્યા છે.