રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તળાજા પાસે મહિલા જીઆરડી અને પરિવાર ઉપર સરાજાહેર હુમલો

12:18 PM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાવનગર જિલ્લાના તળાજા પંથકના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા જીઆરડી અને પરિવાર ઉપર હૂમલો થયો હોય જીઆરડી માં ફરજ બજાવતી યુવતીએ પોલીસ સામે આક્ષેપ કર્યા હતા. દાઠા પોલીસ મથક નીચે આવતા વિસ્તારમા ગ્રામ રક્ષક દલ મા ખાખીવર્દી પહેરીને મસ્તરામધારા ખાતે પોતાની ડયૂટી પૂર્ણ કરી મહિલા કર્મચારી રૂૂપલબેન પ્રવીણભાઈ કંટારીયા આજે સાંજે પતિ વિક્રમ નરસિંહભાઈ શિયાળ. (રે.ઉંચા કોટડા) સાથે બાઈક પરબેસી ઘરેજતા હતા.એ સમય દરમિયાન કેરાળા ગામ નજીક રસ્તામાં પીથલપુર ગામના અંકિત ઢાપા અને તેના પરિવાર જનોએ રસ્તામા આડા ઉભા રહી આંતરી પતિ પત્ની પર હુમલો કર્યો હતો.થોડા સમય બાદ યુવતીના પિતા પ્રવિણભાઈ અને ભાઈ વિષ્ણુ આવતા તેના ઉપર પણ ઢાપા પરિવારના સભ્યોએ હુંમલો કર્યો હોવાનો આરોપ જીઆરડીમાં ફરજ બજાવી યુવતીએ કર્યા બાદ તેને તળાજા રેફરલ હોસ્પિટલમાં સારવાર ખસેડાઇ હતી.

યુવતીએ ચોધાર આંસુ સાથે મીડિયા સમક્ષ આપવીતી કહી તે ચોંકાવનારી હતી.યુવતી નો આરોપ છેકે પીથલપુર ગામે પિતા સહિત બહેનો રહે છે.છેલ્લા બે વર્ષથી અંકિત ઢાપા અને તેના પરિવાર જનો વારંવાર અપશબ્દો કહે છે મારે છે.અમો ચાર બહેનો છીએ તેમાં સગીર પણ એક બહેન છે. અમો ચારેય બહેનો અસલામતી અનુભવીએ છીએ.બે વર્ષ દરમિયાન અમોએ દાઠા પોલીસ મથકમાં દસ થી બાર વખત લેખિત અરજી સ્વરૂપે ફરિયાદ આપવા છતાંય કડક પગલાંના અભાવે આજે પણ બહેનો સહિત પરિવાર સુરક્ષિત નથી!. સામા પક્ષે અંકિત ગોરધનભાઈ ઢાપાને ઇજાઓ થઈ હોય તમામને તળાજા હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ થાય તેવી માગણી આ પંથકમાંથી ઉઠવા પામી છે.

Tags :
attackfemale GRDgujaratgujarat newsTalajaTalaja news
Advertisement
Next Article
Advertisement