તળાજાના પાદરી-ગો ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો
વાહનોમાં તોડફોડ, સરપંચ સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા પાદરી(ગો) ગામે વિજલોસ મળતા વિજતંત્ર ની સાત ટિમ સવારે ચેકીંગ માટે પહોંચી હતી.પોલીસ અને એસ.આર.પી બંદોબસ્ત સાથે વિજકર્મીઓ હોવા છતાંય સરપંચ સહિતના રહીશોએ આવી ઉદ્ધતાઇ ભર્યું વલણ દાખવી,અપશબ્દો કહી,એક વાહનના કાચ તોડી વિજ અધિકારીઓને મારી નાખવાની ધમકી આપ્યા ની છ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ ભાવનગર ચાવડી ગેઈટ ખાતેના ઈજનેર દ્વારા નોંધાવેલ છે.
પીજીવીસીલ ની ભાવનગર સીટી-2 ના અધિકારી રાજુભાઇ લાભૂભાઈ રૂૂપારેલીયા ઉ.વ.40 એ અલંગ પોલીસ મથક મા નોંધાવેલ ફરિયાદ મુજબ આજે સવારે કોર્પોરેટ ડ્રાંઇવ ને લઈ પાદરી(ગો) જે ત્રાપજ વીજ કચેરી નીચે આવે છે ત્યાં વીજચોરી પકડવા માટે સાત ટિમો સાથે ગયા હતા.સાથે પોલીસ અને એસ.આર.પી બંદોબસ્ત પણ વિજકર્મીઓ ની સુરક્ષા માટે હતો.
પાદરી(ગો) ગામે પહોંચતા જ હરદેવસિંહ પોલુભા ગોહિલ તરીકે ની ઓળખ આપી ને ઇસમે અહીં વિજચેકીંગ કરવા નું નથી તેમ જણાવેલ.બાદ ગામના સરપંચ દશરથસિંહ રવુંભા ગોહિલ સહિત ના આવેલ હતા.તેઓએ વિજકર્મીઓ સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરેલ ને કહેલ કે મને પૂછ્યા વગર ચેકીંગ કરવા નું નથી,જો બીજી વખત આવશો તો જીવતા જવા નહિ દઈએ.
આ સમયે તળાજાના ઈજનેર આર. બી. બલદાણીયા જીપ જીજે.04- એ.ડબલ્યુ-2776 લઈને આવ્યા હોય શક્તિસિંહ સામતસિંહ ગોહિલ એ લાકડી વડે તેના બે કાચ ફોડી રૂૂ.20000/- નું નુકસાન પહોંચાડેલ.
આ બનાવ ને લઈ પાદરી ના સરપંચ દશરથસિંહ રઉભા ગોહિલ, હરદેવસિંહ પોલુભા ગોહિલ, ઘુઘુભા, શક્તિસિંહ સામતસિંહ ગોહિલ, રાજુભા ઘુઘુભા ગોહિલ, દિગુભા ભગુભા ગોહિલ વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે જણાવ્યું હતુ કે બપોરે ગુન્હો દાખલ થયેલ છે. એકપણ આરોપીને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ નથી.
તળાજા વીજ કચેરીના ના.ઈજનેર બલદાણીયા એ જણાવ્યું હતુ કે ફીડર વાઇઝ અમોને જેટલો વીજ પ્રવાહ જતો હોય તેની સામે વિજલોસ કેટલો જઈ રહ્યો છે તે આંકડાઓ જોવા મળે છે.આથી એ વિસ્તારમાં વીજચોરી કેટલા પ્રમાણમાં થઈ રહી છે તેનો ખ્યાલ આવી જાય છે. તેને આધારે ટિમો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે.