For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કર્ણાટકમાં ઇઝરાયલી મહિલા અને હોમસ્ટેની માલિક પર સામૂહિક દુષ્કર્મ, અમેરિકન સહિત ત્રણને કેનાલમાં ફેંક્યા, 1નું મોત

01:13 PM Mar 08, 2025 IST | Bhumika
કર્ણાટકમાં ઇઝરાયલી મહિલા અને હોમસ્ટેની માલિક પર સામૂહિક દુષ્કર્મ  અમેરિકન સહિત ત્રણને કેનાલમાં ફેંક્યા  1નું મોત

Advertisement

વિશ્ર્વ પ્રસિદ્ધ હેરિટેજ પર્યટન સ્થળ હમ્પીમાં બનેલી ઘટનાથી ખળભળાટ, 100 રૂપિયા નહીં આપતા ત્રણ ગુડાઓનું જધન્ય કૃત્ય

યુનેસ્કોએ વિશ્ર્વ ધરોહર તરીકે જાહેર કરેલી કર્ણાટકની પ્રસિદ્ધ હમ્પી સાઇટ પર એક ઇઝરાયલની મહિલા સહિત બે મહિલાઓ પર સામૂહિક બળાત્કરની સાથોસાથ એક અમેરિકન અને બે ભારતીય પ્રવાસીઓને કેનાલમાં ફેકી દેવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે.

Advertisement

કર્ણાટકના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ હમ્પી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઈઝરાયલની એક 27 વર્ષીય પર્યટક અને એક હોમસ્ટે ચલાવનારી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના ગુરૂૂવારે રાત્રે આશરે 11:30 વાગ્યે બની હતી, જ્યારે બંને મહિલાઓ સાનાપુર તળાવના કિનારે બેસીને તારાઓનો રમણીય નજારો જોઈ રહી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલાઓ ત્રણ અન્ય પુરૂૂષ પર્યટકો સાથે હતી, જેમાંથી એક અમેરિકન નાગરિક અને બે ભારતીય નાગરિક (મહારાષ્ટ્ર અને ઓડીશા)ના હતાં. આ તમામ તુંગભદ્રા તળાવ પાસે સંગીત સાંભળતા હતાં અને રાતનો આનંદ લઈ રહ્યા હતાં. આ દરમિયાન ત્રણ અજાણ્યા લોકો મોટરસાઇકલ પર ત્યાં પહોંચ્યા. પહેલાં આરોપીઓએ પેટ્રોલ માટે પૂછપરછ કરી અને બાદમાં ઈઝરાયલની પર્યટક પાસે 100 રૂૂપિયા માંગ્યા. જ્યારે તેણે પૈસા આપવાનો ઈનકાર કરી દીધો તો બંને વચ્ચે વિવાદ શરૂૂ થઈ ગયો. બાદમાં આ અજાણ્યા શખસોએ પુરૂૂષ પર્યટકો પર હુમલો કરી દીધો અને તેમને તળાવમાં ધક્કો મારી દીધો. બંનેને તળાવમાં ફેંકી તેઓએ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયાં. પુરૂૂષ પર્યટક અમેરિકન નાગિક ડેનિયલ અને મહારાષ્ટ્રનો પંકજ તળાવમાંથી બહાર નીકળી ગયાં છે. તેમજ ઓડિશાના બિબાશને બીજા દિવસે મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો.

હોમસ્ટે ચલાવનારી મહિલાની ફરિયાદના આધારે, ગંગાવતી ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની ધારા 309(6) (ચોરી અથવા ખંડણી), 64 (દુષ્કર્મ), 70(1) (સામુહિક દુષ્કર્મ), 311 (લૂંટ અથવા ગંભીર ઈજા અથવા હત્યાનો ઈરાદો) અને 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે 6 વિશેષ ટીમ ગોઠવી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂૂ કરી છે. બંને પીડિત મહિલાઓએ વર્તમાનમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમે શંકાસ્પદોની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી છે.

આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને પર્યટકોમાં ભારે રોષ છે. આ ઘટના કર્ણાટકના પ્રવાસન ઉદ્યોગ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે, જે હમ્પી જેવા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ માટે જાણીતું છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement