દુષ્કર્મની ફરિયાદ પરત ખેંચવાની ધમકી સાથે પરિવાર પર હુમલો
ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક નીચે આવતા રાણીવાડા ગામના ચાર ભાઈઓ એ એકસંપ કરીને યુવાનને માર માર્યો હતો.ધમકી આપી હતીકે પરિવારની મહિલા પર દુષ્કર્મ કરેલ તેની ફરિયાદ પરત ખેચીલે નહિતર મારીનાખીશું.
દુષ્કર્મ કર્યાબાદ પસ્તાવવું જોઈએ તેના બદલે પીડિતાના પરિવાર પર હુમલો કર્યા ની ઘટનાએ ચકચાર મચાવીછે.દાઠા પો.સ્ટે.ના રાણીવાડા ગામના ચાર ભાઈઓ ભાવેશ જોધા શિયાળ,હાજા શિય,જીવન હાદા શિયાળ અને જવેર હાદા શિયાળ વિરુદ્ધ યુવાને નોધાવેલ ફરિયાદ મુજબ ગત.તા.8 રોજ રાત્રે વાડીએથી જમીને ઘરે પરત ફરી રહ્યાહતો એ સમયે લોંગડી ગામના નાળા પાસે રાહ જોઇનેજ ઉભેલા ચારેય ઈસમોએ હુમલો કરેલ.ધમકી આપેલ કે તારાભાઈની પત્ની પર ગુજારેલ દુષ્કર્મ ની ફરિયાદ પાછી ખેચીલેજો નહિતર જાનથી મારી નાખીશ.
દુષ્કર્મના કાયદા હજુ વધુ કડક બનાવવા ની ચર્ચાઓ વચ્ચે આ બનાવ પરથી દુષ્કર્મ ની પીડિત વ્યક્તિ ના પરિવાર જનોપણ સલામત નથી તેના જાનમાલની સલામતી માટેની પણ જોગવાઈ હોવી જોઈએ.