For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેર રેલવે સ્ટેશન આરપીએફના બેરેક રૂમમાંથી એએસઆઈ દારૂ સાથે ઝડપાયો

04:44 PM Oct 11, 2024 IST | Bhumika
વાંકાનેર રેલવે સ્ટેશન આરપીએફના બેરેક રૂમમાંથી એએસઆઈ દારૂ સાથે ઝડપાયો
Advertisement

વાંકાનેર રેલવે સ્ટેશન ઉપર રાજકોટ આરપીએફના અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા આરપીએફના બેરેક રૂમમાંથી દારૂના જથ્થા સાથે એએસઆઈ ઝડપાઈ ગયો હતો. આ અંગેપોલીસે ગુનો નોંધી આરપીએફ એએસઆઈની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ નવરાત્રીના તહેવાર દરમિયાન આરપીએફ કર્મચારીઓ ફરજ ઉપર કાર્યરત છે કે કેમ? તે અંગે રાજકોટના આરપીએફના આઈપીએફ પુષ્પેન્દ્ર કુમાર, સહાયક સુરક્ષા અધિકારી ધર્મેન્દ્ર ગરયાની વાંકાનેર રેલવે આરપીએફ બેરેકનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતું જેમાં આરપીએફ એએસઆઈ ચેતન રાઠોડ તેના રૂમમાં હાજર હોય અને રૂમના કબાટમાંથી વિદેશી દારૂની બે બોટલ (કિ.રૂા. 350) તથા બે ખાલી બોલ મળી આવી હતી. જેથી અધિકારીઓએ દારૂનો જથ્થો કબ્જે કરી એએસઆઈ ચેતન રાઠોડને ઝડપી લઈ વાંકાનેર આરપીએફ પીઆઈને સોંપતા પીઆઈ અનિલ હુકમચંદ બુંદેલાએ આરોપી એએસઆઈ ચેતન શંકરભાઈ રાઠોડ વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement