For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આસારામનો સાધક 1 કરોડની રોકડ સાથે પકડાયો

05:03 PM Oct 18, 2025 IST | Bhumika
આસારામનો સાધક 1 કરોડની રોકડ સાથે પકડાયો

ઔરંગાબાદથી રોકડ લઇને ખાનગી ટ્રાવેલ્સમાં આવેલા સાધકને પોલીસે ટોલનાકેથી ઝડપી લીધો, બિન હિસાબીરોકડ બાબતે પૂછપરછ

Advertisement

અમદાવાદમાં રામોલ પોલીસે એક્સપ્રેસ હાઇવે ઉપરથી ઔરંગાબાદથી 1 કરોડની રોકડ લઇને આવેલ આસારામના સાધકને ઝડપી લીધો હતો.ખાનગી ટ્રાવેલ્સમાં ઔરંગાબાદથી રોકડ લઇ આવતા રામોલ પોલીસે એક કરોડ રૃપિયાની રોકડ સાથે પકડી પોલીસે પુરાવા માંગતા તે રજુ કરી શક્યો ન હતો અને બિન હિસાબી રોકડ અંગે હવે ઇન્કમટેક્ષને જાણ કરી વધુ તપાસ શરુ કરી છે. આ રોકડને ઔરંગાબાદથી લઇ અમદાવાદ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ એક્સપ્રેસ હાઇવે ઉપરથી ટ્રાવેલ્સમાં આવતા મુસાફરોનું પોલીસ ચેકિંગ કરી રહી હોય ત્યારે મોટેરા આસારામ આશ્રમનો સાધક પોલીસ ચેકિંગમાં પકડાયો હતો. રામોલ પોલીસે તેની સામે ગુનો નોંધીને ઇન્કમટેક્ષને જાણ કરી હતી.રામોલ પોલીસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર સીટીએમ પાસે વાહન ચેકીંગ કરી હતી આ સમયે ખાનગી ટ્રાવેલ્સમાંથી ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં મોટેરા આસારામ આશ્રમમાં રહેતા સમશેરબહાદુરને એક કરોડ રોકડા સાથે પકડી પાડયો હતો.

Advertisement

પોલીસ પૂછપરછમાં ઔરંગાબાદથી પુસ્તકના વેચાણના રૃપિયા હતા અને મોટેરા આસારામ આશ્રમમાં લઇ જતો હોવાનું કહી રહ્યો હતો. જો કે તેની પાસે પુરાવા માંગતા તે રજુ કરી શક્યો ન હતો. જેને લઇને બિન હિસાબી રોકડ બદલ રામોલ પોલીસે તેની સામે રૃપિયા બી.એન. એસ.એસ કલમ 106 મુજબ ગુનો નોંધીને રોકડ રૃપિયા એક કરોડ કબજે કરીને ઇન્કમટેક્ષ વિભાને જાણ કરી હતી ઔરંગાબાદથી રોકડ લઇને મોટેરા આશ્રમમાં જતો હતો પુરાવા ન મળતા ઇન્કમટેક્ષને જાણ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement