મશ્કરીમાં મિત્રએ કમ્પ્રેશરની નળીથી યુવાનને ગુદાના ભાગે હવા ભરી દીધી
લોધિકામાં કારખાનામાં બનેલી ઘટના: યુવાનને પેટમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયો
કાલાવાડના ગુંદા ગામે રહેતો યુવાન લોધિકામાં આવેલા કારખાનામાં કામ કરતો હતો ત્યારે મિત્રએ મશ્કરીમાં કમ્પ્રેશરની નળી વડે ગુદામાં હવા ભરી દીધી હતી યુવકને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના ગુંદા ગામે રહેતો 40 વર્ષનો યુવાન લોધિકામાં આવેલ સ્ટીલટેક્સ ટ્રેક્ટર નામના કારખાનામાં હતો. ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં મિત્રએ કમ્પ્રેસરની નળી ગુદાના ભાગે ભરાવી હવા ભરી દીધી હતી યુવકને પેટમાં દુખાવો પડતા તાત્કાલિક સારવાર માટે લોધિકા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતા લોધીકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલો યુવાન અને કૃત્ય કરનાર શખ્સ બંને મિત્ર થાય છે સફાઈની નળી વડે બધાના મોઢા ઉપર ધૂળ ઉડાડેલ બાદ મશ્કરી મશ્કરીમાં યુવકના ગુદાના ભાગે હવા ભરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.