લોન અપાવી દેવાના બહાને ગઠિયાએ વધુ છ ને છેતર્યા
મવડી પાળ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અને નારાયણનગર મેઇન રોડ પર ત્રિશૂલ ચોક પાસે વેલ્ડિંગની દુકાન ધરાવતા વિમલભાઇ હસમુખભાઈ સિધ્ધપુરા (ઉ.વ.42)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી પાંચ-છ માસ પહેલા તેની દુકાન નજીક આરોપી આવ્યો હતો અને લોનની જરૂૂરિયાત હોય તો કહેજો તેમ કહ્યું હતું. પરંતુ તે વખતે તેને લોનની કોઇ જરૂૂર ન હતી. ગત જુલાઇ માસમાં તેને રૂૂા.એક લાખની જરૂૂર પડતાં આરોપીને જાણ કરી હતી.
જેથી આરોપીએ તેના આધાર કાર્ડ, પાન કાર્ડ લઇ સીબીલ સ્કોર ચેક કરી, તેના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરાવી તેમાં પ્રોસેસ કર્યા બાદ તેનું ગૂગલ પે એકાઉન્ટ ખોલાવી, પીન જાણી રૂૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યાર પછી એપ કામ કરતી નથી તેમ કહી તે એપ ડીલીટ કરાવી નાખી હતી.થોડા દિવસ બાદ ફરીથી આરોપીએ તેના ડોક્યુમેન્ટ લઇ બીજી બે એપ ડાઉનલોડ કરાવી ફરીથી બધી પ્રોસીજર કર્યા બાદ બંને એપ ડીલીટ કરી જતો રહ્યો હતો. એક મહિના પછી બેન્ક તરફથી તેને પેનલ્ટીના કટકે-કટકે રૂૂા.3000 કપાઇ ગયાના મેસેજ આવતા આરોપીનો સંપર્ક કર્યો હતો. તે વખતે આરોપીએ કહ્યું કે હું ઓનલાઇન પ્રોસેસ કરી નાખુ છું, હવે પછી બેન્કના કોલ કે મેસેજ નહીં આવે. અઠવાડિયા પછી આરોપીએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.બેન્કમાં જઇ તપાસ કરતાં તેના નામે ત્રણ લોન કરાવી તેના કુલ રૂૂા. 33,195 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધાની માહિતી મળી હતી. જેથી ઓનલાઇન ફરિયાદ કરી હતી.
વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે આરોપીએ આ જ રીતે શ્રધ્ધા પાર્ક શેરી નં. 2માં રહેતા આનંદ મુકેશભાઈ કાચા સાથે રૂૂા. 22,540ની અને કેવડાવાડી શેરી નં. 17 ખાતે રહેતા આનંદભાઈ નરશીભાઈ પાણખણીયા સાથે રૂૂા. 11,370ની છેતરપિંડી કરી છે.તેમજ માધાપર ગામમાં ભોલેનાથ સોસાયટીમાં રહેતા રોહિતભાઈ રાઘવભાઈ ચૌહાણ નામના વેપારી સાથે 2.59 લાખની ઠગાઈ કરતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.તેમજ મવડી પ્લોટ રાજદીપ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ બાબુભાઈ ઠુમમર સાથે 1.33 લાખ અને ઘંટેશ્વર એસઆરપી કેમ્પ નજીક અતુલયમ બંગલોઝમાં રહેતા અને નર્સરી ધરાવતા લક્ષ્મીનારાયણ વિજયભાઈ ઠાકુર સાથે 72,980ની ઠગાઈ કરતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે હવે આરોપીએ આ રીતે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ શરૂૂ કરી છે.તેમજ ત્રણ વર્ષમાં આરોપીએ 25 જેટલા લોકોને શીશામાં ઉતારી લાખો રૂૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.