ચોટીલાનાં પોષ વિસ્તારમાં ધોળે દિવસે ગઠિયાઓ કારસો કરી ગયા
પવિત્ર યાત્રાધામ ચોટીલા શહેરમાં જાણે કાયદો વ્યવસ્થાનો કોઈ ખોફ ના હોય અને તિકડમબાજો બેખોફ હોય તેવો બનાવ પોષ ગણાતા જૈન દેરાસર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ઘુસી ઘરમાં રહેલ વૃધ્ધાને કોઇ કેમિકલ સુંઘાડી મહિલાએ હાથમાં પહેરેલ સોનાની બંગડી ધોઈ નાખી અઢી તોલા જેટલું સોનું તફડાવી ગયાનો બનાવ બનતા શહેરમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાની દેરાસર શેરીમાં સવારે માખી મચ્છર નો ઉપદ્રવ નાથવા સરકાર દ્વારા મફત ફિનાઈલ વિતરણ અને છંટકાવનાં બહાને બે ગઠીયાઓ લોકોનાં ઘરમાં નિશાન બનાવી ગુનો આચરવા ફરતા હતા જેઓએ એક ઘરમાં ઘુસી મફત ફિનાઈલ છંટકાવ માટે આવ્યાનું જણાવેલ અને ફળીયામાં દવા છાટી એકલા રહેલા વૃધ્ધા મીનાબેનને કશુંક સુઘાડી વૃધ્ધા તિકડમ બાજોએ વાતમાં ફસાવી તેઓએ પહેરેલ સોનાની ચાર બંગડીઓ ચમકાવવાનું જણાવી કેમિકલ દ્વારા આશરે પાચ તોલાની ચાર બંગડીઓ નખાવી અડધું સોનું ઓગાળી તફડાવી ગયેલ હતા.
આરોપીઓને જાણે કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર ના હોય તેમ બિન્દાસ સોનું તફડાવી બાઇક ઉપર રફુચકર થઈ ગયા હતા અને પરિવારજનો ઘરે આવતા વાત કરતા સોનું તફડાવી ગયાની જાણ થતા બનાવ અંગે પોલીસને માહિતગાર કરાતા દોડધામ આદરી હતી. સીસીટીવીમાં બાઇક ઉપર નાસી છુટતા બે આરોપી ગઠીયાઓ કેદ થયેલ મળી આવતા ઝાલાવાડની પોલીસ માટે આરોપીઓ જાણે પડકાર બનેલ હોય તેવો તાલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ પાચ તોલા સોનાની ચાર બંગડીઓ માંથી કારસો રચી અઢી તોલા જેટલું સોનુ આરોપી તફડાવી ગયા છે. યાત્રાધામ ચોટીલાનાં ધમધમતા પોષ વિસ્તારમાં આવો બનાવ બનતા શહેરમાં નાગરિકો સલામત નહીં હોવાનું અને ઘટના વાયુવેગે શહેરમાં પ્રસરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.