રણછોડનગરના ચાંદીના વેપારી સાથે રૂ.7.64 લાખની છેતરપિંડી કરનાર ગઠિયાની ધરપકડ
રણછોડનગરના ચાંદીના વેપારીના નામનું ફેસબુકમા ખોટી આઇ.ડી. બનાવી પેઢીના નામે વેપારી સાથે થયેલી રૂૂ.7.64 લાખના સોના ચાંદીના દાગીનાનો ઓર્ડર આપી છેતરપીંડીના બનાવમાં ફરાર વેપારીને સાઈબર ક્રાઈમની ટીમે ઝડપી લઇ વધુ તપાસ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમે રૂૂ.7.64 લાખની છેતરપીંડી ગુન્હામાં ફરાર રાજકોટના જામનગર રોડ ઉપર અવધ એપાર્ટમેંટ બીજો માળ 204માં રહેતા ગજેંદ્રભાઈ હીમ્મતલાલ પરમાર (ઉ.વ.59)ની ધરપકડ કરી હતી.
પકડાયેલ ગજેન્દ્રએ ફેસબુકમા ખોટી આઇ.ડી. બનાવી પ્રેમ સીલ્વર ઓર્નામેન્ટસ ના નામે મુંબઇના શાંતી ગોલ્ડ પેઢીના વેપારી અમીતભાઇ જૈન પાસેથી સોના ચાંદીના દાગીનાનો ઓર્ડર મેળવી પ્રેમ સીલ્વર ઓર્નામેન્ટસ પેઢીના નામના કાચા બીલની ચીઠ્ઠી મોકલી કુલ રૂૂ.7.64 લાખની છેતરપીંડી કરી હતી જેમાં આગાઉ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જયારે ગજેંદ્રભાઈ હીમ્મતલાલ પરમાર ફરાર હોય જેની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી હતી. આ મામલે એરપોર્ટ રોડ ઉપર સંકલ્પ સિધ્ધીપાર્ક રામદુત મકાન બ્લોક નં. 38/39માં રહેતા અને રણછોડનગર શે.નં. 11 માં કે. જે.વેકરીયા રોડ ઉપર પ્રેમ સિલ્વર ઓર્નામેન્ટસ્ (પી.એસ.ડબલ્યુ) નામથી ચાંદીના દાગીના બનાવવાનું કારખાનું ચલાવતા વેપારી ચંદ્રકાંત ડુંગરશીભાઇ સચાણીયાએ ફરિયાદ નોંધવી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેંદ્ર બગડીયા,ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ,ઇન્ચાર્જ એસીપી સી.એમ.પટેલની સુચનાથી સાઈબર ક્રાઈમ પોલીસ મથકના ફર્સ્ટ પોલીસ ઈન્સ્પેકટર જે.એમ.કૈલા તથા પીએસઆઈ આર.જી.પઢિયાર સાથે પૃથ્વીરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ, જય આદ્રોજા, હર્ષરાજસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.