ટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદો
ઓનલાઈન અલગ-અલગ ટાસ્ક પુરા કરી રૂૂપિયા કમાવી આપવાના બહાને રૂૂા.8.81 લાખના ફ્રોડમાં સંડોવાયેલા ગણપતલાલ રામલાલ ખટીક (ઉ.વ.31)ને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસના એસીપી સી.એમ.પટેલની રાહબરીમાં રાજસ્થાનથી ઝડપી લઈ તપાસ આગળ ધપાવી છે.
આરોપી રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લાના ખોડીપ ગામે રહે છે.રાજકોટના ફરિયાદીએ આ સાયબર ફ્રોડમાં રૂૂા.8.81 લાખ ગુમાવ્યા હતા તેમાંથી રૂૂા.2.30 લાખ આરોપીના બેન્ક ખાતામાં જમા થયા હતા.પીઆઈ આર.જી. પઢિયારની તપાસમાં આરોપીનું નામ ખુલતાં સાયબર ક્રાઈમ પોલીસની એક ટીમે રાજસ્થાન જઈ આરોપીને ઝડપી લીધો હતો.
આરોપીની પુછપરછમાં સાયબર ક્રાઈમ પોલીસને જાણવા મળ્યું હતું કે આ ફ્રોડમાં સંડોવાયેલી ગેંગના સભ્યોએ આરોપીને રકમની લાલચ આપી જીએસટીવાળુ કરન્ટ બેન્ક ખાતુ ખોલાવ્યું હતું.
જેમાં પછી ગેંગના સભ્યોએ કરેલી ફ્રોડની રકમ જમા થતી હતી.એકજ મહિનામાં આરોપીના આ બેન્ક ખાતામાં રૂૂા.ર કરોડથી વધુની ફ્રોડની રકમ જમા થઈ હતી.એટલું જ નહીં જુદા-જુદા રાજયોમાં આરોપી વિરૂૂધ્ધ 70 જગ્યાએ ફરિયાદો નોંધાઈ હતી. જેને કારણ આરોપીને જુદા-જુદા રાજયોની પોલીસ પણ શોધતી હતી.
જેમાંથી રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો હતો. જે 70 જગ્યાએ ફરિયાદો નોંધાઈ છે તેમાં થયેલા ફ્રોડમાં આરોપીના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો.જે માટે આરોપીને રૂૂા.40 હજાર મળ્યાનું પણ સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.સાથોસાથ ગેંગના અમુક સભ્યોના ટૂંકા નામ પણ મળ્યા છે. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસના એસીપી સી.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ ટીમોએ તપાસ આગળ ધપાવી છે.