દેણુ થઇ જતા અર્જુન જ્વેલર્સમાંથી કર્મચારીએ 25 લાખના દાગીના તફડાવ્યા
અમુક દાગીના ગાયક થતા સીસીટીવી ફુટેઝ ચકાસતા મામલો પ્રકાશમાં આવ્યો
આરોપીએ 25 લાખના દાગીના પરત આપી દઇશ તેવુ લખાણ પણ કરી આપ્યું, બહાના બતાવતા અંતે ફરિયાદ નોંધાઇ
મવડી મેઈન રોડ પર આવેલ અર્જુન જવેલર્સમાંથી 25.62 લાખના દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. શો-રૂૂમમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ કર્મીએ જ હાથ ફેરો કર્યાનું સામે આવતાં તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
વધુ વિગતો અનુસાર,મોટા મવા સ્મશાન પાસે આંગન ગ્રીન સીટીમાં રહેતાં હીતેષભાઈ ભગવાનજીભાઇ વસોયા (ઉ.વ. 41) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નૈમિશ વિજય જાની (રહે. રાજકોટ) નું નામ આપતાં તાલુકા પોલીસે ચોરીની કલમ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સાતેક વર્ષથી મવડી મેઇન રોડ પર આવેલ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લીમીટેડ નામની સોના ચાંદીના રીટેલ વેપારના શો રૂૂમમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે શો-રૂૂમમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ તરીકે નૈમિષ જાની તથા યશભાઈ ઠુંમર જે સ્ટોકની દેખભાળની ફરજ બજાવે છે.
ગઇ તા.22/05/2025 ના અર્જુન જવેલર્સનું સ્ટોકનું કામ સાંભળતા યશભાઈ ઠુંમરએ સ્ટોક ચેક કરતા શો-રૂૂમની તિજોરીમાં જોતા એક પ્લાસ્ટીકના પાઉચમાં રાખેલ સોનાના દાગીના જેમા સોનાના ચેઇન ત્રણ જેમા એક ચેઇન 82 ગ્રામનો જેમાથી એક ભાગ જે આશરે 13.5 ગ્રામનો ચેઇન મુકેલ પાઉચમાં પડેલ છે.બીજો ભાગ જે 68.5 ગ્રામનો ચેઇન રૂૂ.6.97 લાખ, બીજા બે ચેઇન જે 24-24 ગ્રામના કુલ બે ચેઇન 48 ગ્રામના રૂૂ.4.87 લાખ તેમજ સોનાની વીંટી ત્રણ નંગ રૂૂ.4.28 લાખ, સોનાની માળા આશરે 17 ગ્રામની રૂૂ.1.72 લાખ, સોનાની હાથના આંગળામાં પહેરવાની પ્લેન રીંગ નંગ-01 રૂૂ. 75,500 સોનાનુ પેન્ડલ નં.01 રૂૂ.1.75 લાખ, સોનાનુ બ્રેસલેટ નં.01, રૂૂ.5.28 લાખ મળી કુલ 252 ગ્રામના 10 નંગ સોનાના દાગીના રૂૂ.25,62,500 ના જોવામાં આવેલ નહી.
જેથી તેઓએ શો રૂૂમની કોર ટીમને વાત કરતા આ પાઉચમાં જોતા સોનાના દાગીના જોવામાં આવેલ નહી, બાદમાં ફરીયાદીએ સ્ટાફને પુછપરછ કરેલ પરંતુ આ ચોરી થયેલ સોનાના દાગીના બાબતે કાઈ જાણવા ન મળતા બાદ તા.06/06/2025 ના શો-રૂૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તા.15/03/202 5 ના લોકરની બાજુમા કેશ કાઉન્ટર ઉપર મુકેલ પ્લાસ્ટીકના ડબ્બામાના પ્લાસ્ટીકના પાઉચમા રહેલ દાગીના પૈકી અમુક દાગીના ભરેલ હતા.જે પાઉચ આ શો-રૂૂમમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ તરીકે નોકરી કરતા નૈમીષ જાનીએ ચોરી જતા જોવામાં આવતા હોય જેથી ગઈ તા.03 ના નૈમિષ જાનીને ચોરીના દાગીના બાબતે પુછતા તેને વાત કરેલ કે,મારે દેવું વધી થઈ ગયું હોય જેથી સોનાના દાગીના ચોરી કર્યા હતા.તેમ વાત કરતા શો-રૂૂમના માલિક મનિષભાઈ ધાડીયાને બનાવની વાત કરેલ હતી. બાદમાં માલીક મનિષભાઇએ સ્ટાફની રૂૂબરૂૂમાં નૈમિષ જાનીને વાતચીત કરવા શો રૂૂમે બોલાવી પુછતા તેને આશરે રૂૂ.25,12,500 ના સોનાના દાગીના ચોરી કરેલ હોવાનુ કબુલ્યું હતું. તેમજ નૈમિષએ દાગીના પરત આપી દેવાનુ જણાવેલ જેથી આ ચોરી અંગે રૂૂ.25 લાખનું લખાણ કરેલ જેમા તેને સહી કરી આપેલ હતી.
અલગ અલગ જવેલર્સમાં દાગીના વેંચી નાંખ્યા, એક વર્ષથી ચોરી કરતો પતો
અર્જુન જવેલર્સમાંથી ચોરીની ઘટનામાં એરપોર્ટ રોડ પર રહેતો અને શોરૂૂમમાં કામ કરતો નૈમિશ જાની છેલ્લા બે વર્ષથી શો-રૂૂમમાં કામ કરે છે અને એક વર્ષથી ચોરી કરતો હતો.જે બાદ પોલીસની પૂછતાછમાં તેને અલગ અલગ શહેરના જવેલર્સમાં ચોરાઉ દાગીના વેંચી નાંખ્યા હતાં.જે અંગે પોલીસે દાગીના રિકવર કરવાં તજવીજ આદરી છે.