For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પાંચ સામે 4.28 કરોડની છેતરપિંડીની અરજી

05:39 PM Nov 22, 2025 IST | Bhumika
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પાંચ સામે 4 28 કરોડની છેતરપિંડીની અરજી

વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી રોકડ રકમ સાથે મુંબઇ બોલાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ

Advertisement

વળતર નહી મળતા રકમ પરત માંગતા ધમકી આપ્યાનો અરજીમાં ઉલ્લેખ

શહેરના મવડીપ્લોટમાં દીપ જ્યોત પાર્કમાં રહેતા વેપારી સાથે જીલ્લા ભાજપના પ્રમુખ સહીત પાંચ લોકોએ ક્રીપ્ટો કરન્સીમાં રોકાણમાં ઉચા વળતરની લાલચ આપી રૂૂ.8.28 કરોડની છેતરપિંડી કર્યાના આક્ષેપ સાથેની અરજી પોલીસ કમિશ્નર સમક્ષ કરવામાં આવતા આ મામલે તપાસના આદેશ આપવા આવ્યા છે. અરજીમાં કરેલ આક્ષેપમાં તથ્ય કેટલું તે મામલે પોલીસે તપાસ શરૂૂ કરી છે.

Advertisement

મળતી વિગતો મુજબ મવડી મેઈન રોડ ઉપર બાપા સીતારામ ચોક નજીક દીપ જ્યોત પાર્ક, શેરી નં. 1માં રહેતા મહેશ નાનજીભાઈ હિરપરાએ ગઈકાલે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાને ઉદેશીને કરલી અરજીમાં રામ પાર્ક પાસે, નવનીત હોલ પાસે. હરીધવા રોડ, કોઠારીયા રોડ ઉપર વિક્રાંતી નગરમાં રહેતા દર્પણ હરેશભાઈ બારસીયા, ઇન્દિરા સર્કલ પાસે આફ્રિકા કોલોની શેરી નં. 4માં રહેતા પરેશ ડોબરીયા, 150 ફૂટ રિંગ રોડ નાના મૌવા રોડ આર. કે. પ્રાઈમ બિલ્ડીંગમાં 11 માં માળે ઓફિસ નં. 1102 ધરાવતા ગૌતમ પરસોતમભાઈ બારસીયા, 150 ફૂટ રીંગ રોડ ગોવર્ધન ચોક કૃતિ ઓનેલાની બાજુમાં સ્કાય હાઈટ્સમાં રહેતા સંદીપ સેખલીયા અને જીલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ગોવિંદભાઈ ઢોલરીયાનું નામ આપ્યું છે.

અરજીમાં મહેશ હીરપરાને જણાવ્યું છે કે, દર્પણ હરેશભાઈ બારસીયા જે જિલ્લા ભાજપ કારોબારી સભ્ય છે તથા ગૌતમ પરસોતમભાઈ બારસીયા એ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ છે. આશરે 7 મહિના અગાઉ માર્ચ 2025માં એકબીજા સાથે ઓળખાણ થઇ હતી. મુંબઈ ખાતે ડ્રેસ મેન્યૂફેકચરીંગનું કામકાજ કરતા હરીક્રષ્ણ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે હરી પટેલ મારફત સાળા નિલેષ વશરામભાઈ વેકરીયા તથા મહેશ હીરપરાનો સંપર્ક થયો હતો. અને તેઓ શેરબજાર તથા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને સારો એવો પ્રોફિટ મેળવી આપે છે તેવું જણાવીને મહેશ હિરપરાને રોકાણ કરવા જણાવેલ જેથી હરી પટેલ મારફત 8 લાખનું રોકાણ કર્યું હતું. આ રકમ થોડા દિવસમાં પરત કરી દીધેલ હતી. ત્યારબાદ મહેશ હિરપરાને 8 કરોડનું રોકાણ કરો તો બે દિવસ માં 10 ટકા વળતરની લાલચ આપી હતી.

જેથી મહેશ હિરપરાએ નિખિલ પરસોતમભાઈ સોરઠીયા પાસેથી રકમ રૂૂ. 75,00,000 નીલેશ વશરામભાઈ વેકરીયા પાસેથી રકમ રૂૂ. 50,00,000, નાનજીભાઈ લક્ષ્મણભાઈ હિરપરા પાસેથી રકમ રૂૂ. 50,00,000, રાજુભાઈ ગોરધનભાઈ પાંભર પાસેથી રકમ રૂૂ. 15,00,000, મહેન્દ્ર નાનજીભાઈ હિરપરા પાસેથી રકમ રૂૂ. 15,00,000, વિશાલ મેણંદભાઈ આહીર પાસેથી રકમ રૂૂ. 33,46,000 તથા હરી પટેલ દ્વારા અન્ય લોકો પાસેથી ઉછીના લઈને રકમ રૂૂ. એક કરોડ તથા મહેશ હિરપરા દ્વારા રકમ રૂૂ. 90,00,000 એમ મળીને કુલ રકમ રૂૂ. 4,28,46,000 રોકાણ કર્યું હતું.

ઘણા દિવસો વીતી ગયેલ હોવા છતાં રકમ કે વળતર પરત ન મળતા મહેશભાઈએ હરી પટેલ દ્વારા દર્પણને આ અંગે પૂછેલ જે માટે મિટિંગ માટે હરી પટેલને ગૌતમે આર. કે. પ્રાઈમની ઓફિસે બોલાવેલ અને દર્પણ અને ગૌતમે ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા પોતના ભાગીદાર હોવાની વાત કરી અમારી ખુબ જ ઊંચી રાજકીય તથા પોલીસમાં લાગવગ ધરાવીએ છીએ અને હવે જો રકમની માંગણી કરી છે અને અન્ય કોઈને પણ આ બાબતે વાત કરી છે તો હરી પટેલ અને મહેશ હીરપરાના હાથ-પગ ભાંગીને ફેકી દેશે તેવી ધમકીઓ આપી હતી.

હું ફરીયાદીને ઓળખતો પણ નથી, 10 કરોડનો દાવો કરીશ: ઢોલરિયા
ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, હું અરજી કરનાર ફરીયાદીને ઓળખતો નથી અને મારે તેની સાથે કોઈ પરિચય નથી આ મામલે મે પોલીસ કમીશ્નર સાથે ટેલીફોનીક વાતચીત કરી છે. મારા વિરુદ્ધ અરજી કરનાર સામે 10 કરોડનો દાવો દાખલ કરવાનો છું, હું ક્યારેય ફરીયાદી મહેશ હીરપરાને મળ્યો નથી અને આ મામલે મારે કોઈ લેવા-દેવા નથી આ એક રાજકીય ષડયંત્ર હોવાનું ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement