For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રખિયાલમાં અસામાજિક તત્ત્વોનો તલવારો સાથે આતંક

04:52 PM Apr 15, 2025 IST | Bhumika
રખિયાલમાં અસામાજિક તત્ત્વોનો તલવારો સાથે આતંક

Advertisement

રાજ્યમાં વધતા જતા અસામાજિક તત્ત્વોના ત્રાસને ઓછો કરવા અને કાબૂમાં કરવા માટે ગુજરાતની પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ છતાં પોલીસ અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી છે. અમદાવાદની રખિયાલની એક સોસાયટીમાં સોમવારની રાતે અસામાજિક તત્ત્વોએ ફરી એકવાર હિંસક રીતે ઉત્પાત મચાવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.

મેગા સિટી અમદાવાદમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય એવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી છતાં કોઇ ફરક પડતો નથી. ત્યારે અમદાવાદના અજિત મિલ ચાર રસ્તા પાસે આવેલી રહેણાક મકાનમાં 7થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો ઉત્પાત મચાવ્યો હતો.

Advertisement

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અસામાજિક તત્ત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખા તત્ત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ઘર પર હુમલાની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્ત્વોનો ડર જોવા મળ્યો છે.
સમગ્ર કેસમાં રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ઋઈંછ નોંધવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ઘટનાના આરોપી અને ફરિયાદી વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એક સામાજિક પ્રસંગમાં બોલાચાલી થતાં આરોપી તલવાર તથા છરા જેવા ધારદાર હથિયારો સાથે સલમાનના ઘર પર હુમલો કર્યો હતો. હુમલા બાદ છ પુખ્ત વયના તથા એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓના નામ
1. અંજુમ સિદ્દીકી
2. અસરફ અદાદતખાન પઠાણ
3. અમ્મર અંજુમ સિદ્દીકી
4. કાલિમ તોફીક સિદ્દીકી
5. અજીમ તોફીક સિદ્દીકી
6. પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન

Advertisement
Tags :
Advertisement
Advertisement