For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વધુ એક યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો: પોલીસ ફરિયાદ

01:03 PM Apr 16, 2025 IST | Bhumika
વધુ એક યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો  પોલીસ ફરિયાદ

જીજી હોસ્પિટલ સામે ગાંઠિયાની રેકડી ચલાવતાં ધંધાર્થીએ ચાર સામે ફરિયાદ નોંધાવી

Advertisement

જામનગર શહેરમાં વધુ એક વ્યાજખોરિનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની સામે ગાંઠિયા ની રેકડી ચલાવતો એક રેકડી ધારક શહેરના અલગ અલગ ચાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે, અને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી લીધા બાદ વધુ વ્યાજ અને મુદ્દલની માંગણી કરી અદાલતમાં ચેક રીટર્ન કરાવવાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા અને જી.જી. હોસ્પિટલ ની સામે ગાઠિયા ની રેકડી ચલાવતા વિજય જયંતીભાઈ પિત્રોડા નામના 34 વર્ષના યુવાને પોતાની પાસેથી માસિક 10 ટકા થી વધુ રાક્ષસી વ્યાજ વસુલી લીધા પછી વધુ વ્યાજ કઢાવવા માટે ધમકી આપવા અંગે જામનગરમાં રહેતા હરદેવસિંહ જાડેજા, સુભાષભાઈ સોલંકી, મયુરસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા નામના ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

જે ફરિયાદના અનુસંધાને પોલીસે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-2011 ની કલમ-5, 39,40,42 તથા બી.એન.એસ. કલમ-351(3),54 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાનને પોતાના ધંધા માટે પૈસાની જરૂૂરિયાત હોવાથી આરોપી હરદેવસિંહ જાડેજા પાસે થી રૂૂ.50,000 સાડા સાત ટકા લેખે વ્યાજે લીધેલાં હોય જેને વ્યાજ પેટે રૂૂ- 96,000 ચુકવી આપ્યા હતા.

તેમજ આરોપી સુભાષભાઇ સોલકી પાસેથી રૂૂ.20,000 છ ટકા લેખે વ્યાજે લીધેલાં હતા, જેના રૂૂ. 10,800 ચુકવી આપ્યા હતા. જ્યારે આરોપી મયુરસિંહ જાડેજા પાસેથી રૂૂ.20,000 દસ ટકા લેખે વ્યાજે લીધેલાં હતા, જેના રૂૂ. 24,000 ચુકવી આપેલાં છે.

તથા આરોપી પુથ્વીરાજસિંહ જાડેજા પાસેથી 20,000 દસ ટકા લેખે વ્યાજે લીધેલ જેના રૂૂ 8,000 વ્યાજ ચુકવી આપ્યું છે, તેમ છતા ફરીયાદી પાસે વધુ વ્યાજની માંગણી કરી ફરીયાદીના બેકના કોરા ચેક મા વઘુ રકમ લખી બેંકમાં ચેક બાઉન્સ કરવાની ઘમકીઓ આપી ઘંધાના સ્થળે આવી હેરાન પરેશાન કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ઘમકી અપાતી હોવાથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ચારેય વ્યાજખોરો સામે ગુનો નોંધાવાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement