સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની કામલીલાનો વધુ એક વીડિયો વાયરલ
ધ્રાંગધ્રા પંથકના મંદિરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગુજરાત મિરર ધ્રાંગધ્રા,તા.13
સ્વામિનારાયણ સંપ્રદાય એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અને આ જ આસ્થાની આડમાં ઘણા સ્વામીઓના આડા કામમાં નામ આવે છે. સામાન્ય જીવનનો ત્યાગ કરી સંન્યાસી બને છે. અને સંન્યાસી બનવાની આડમાં આ સ્વામીઓને છૂટો દોર મળી જાય છે. જેટલો વધારે સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ વધી રહ્યો છે તેટલી જ વધારે કરતૂતો આ સંપ્રદાયમાંથી બહાર આવી રહી છે.
છેલ્લા કેટલાક સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સ્વામીઓની લંપટલીલા, દાદાગીરી અને ધમકાવવાના વિડીયો, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવા આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છતાં તેના પર સંપ્રદાયમાંથી કોઈ જ એક્શન લેવામાં આવતું નથી. ફરી એક લંપટ સ્વામીનો કામલીલાનો વિડીયો સામે આવ્યો છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકના સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો લંપટલીલા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો સામે આવતા સંપ્રદાય પર અનેક સવાલ ઉભા થયા છે. સ્વામિનારાયણનો આ સ્વામી યુવક પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવી રહ્યો છે. આ વાયરલ વિડીયો કેટલો જુનો છે કઇ સંસ્થાનો છે તેની કોઇ પુષ્ટી વાયરલ વિડીયોમાં કરવામાં આવી નથી. પણ વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. અને આ વાયરલ વિડીયો મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
ન માત્ર ગુજરાતમાં પણ સમગ્ર વિશ્વમાં લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખુબ જ વિશ્વાસ ધરાવે છે. અને આટલા મોટા સંપ્રદાયમાં જયારે આ પ્રકારની કરતૂતો કોઈ સાધુઓ કરતા હોય ત્યારે તેમની સામે કેમ કોઈ એક્શન લેવામાં આવતું નથી. અને તેના કારણે જ હવે આ પ્રકારની ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાય પરના વિશ્વાસ પર સવાલો ઉભા કરી રહ્યું છે.