પોરબંદરના હીરલબા જાડેજા વિરૂધ્ધ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ, રૂા.75 લાખની સામે 4 કરોડથી વધુ પૈસા વસુલ્યા
હિરલબા અને તેના સાગરીતો સામે કમલાબાગ પોલીસમાં ગુનો નોંધાયો
પોરબંદરના હિરલબા જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં 75 લાખ રૂૂપિયા વ્યાજે આપ્યા બાદ 4 કરોડથી વધુની રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત પડાવામાં આવતા અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પોરબંદરમાં ઉંચા વ્યાજ લઈ વ્યાજખોરી કરતા ઈસમો વિરૂૂધ્ધ ફરીયાદો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કડક સુચનાઓ આપવામાં આવેલ હતી. તે અનુસંધાને હિરલબા જાડેજા સામે ગુનો દાખલ થયો છે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે તથા જીલ્લામાં વ્યાજખોરી ડામવા અંગે લોકદરબાર યોજવામાં આવેલ હતા અને નિસંકોચપણે કોઈ પણ પ્રકારના ડર કે ભય વગર વ્યાજખોરો વિરૂૂધ્ધ ફરીયાદ આપવા નાગરીકોને અપીલ કરવામાં આવેલ હતી. અને પોલીસ મદદની સંપુર્ણ ખાત્રી પણ આપવામાં આવેલ હતી. જે અન્યયે હરીશભાઈ રામજીભાઈ પોસ્તરીયા એ કમલાબાગ પોલીસ સ્ટેશન રૂૂબરૂૂ આવી પોતાની ફરીયાદ આપેલ કે ફરીયાદી તથા તેમના પરીવારે 2012ના વર્ષમાં મચ્છીની ફેકટરી બનાવવા માટે પેઢી ઉભી કરવા માટે પૈસાની તાત્કાલીક જરૂૂર પડતા મીડીયેટર દ્વારા ભુરા મુંજા જાડેજા પાસેથી રૂૂપીયા 75 લાખ રૂૂપિયા માસીક 3% દરે લીધેલ હતા.
આ માટે પોતાના ત્રણ મકાનો ક.રૂૂ. એક કરોડ છાસઠ લાખના સાટાખત કરાવેલ તેમજ દસ્તાવેજી ફાઈલોની સીકયુરીટી પેટે ભુરા મુંજા જાડેજા પાસે રાખેલી હતી.રૂૂપીયા 75 લાખ માસીક ત્રણ ટકા વ્યાજ ચુકવવાની તારીખ-1 થી 5 સુધીની હતી. જો આ સમય દરમ્યાન વ્યાજ ચુકવવામાં એક દિવસ પણ મોડું થાય તો મુદલ રકમ રૂૂપીયા પીચોતેર લાખના માસીક દસ ટકા લેખે રૂૂપીયા સાડા સાત લાખ પેનલ્ટી રૂૂપે હિરલબા જાડેજા સને-2016 પછી વસુલાત કરેલ હતી. જો તે ન આપે તો ડરાવવા, ધમકાવવા, અપહરણ કરવાની, મારી નાખવાની ધમકીઓ આપવી ભુડી ગાળો આપવી ઘરે માણસો મોકલી ડરાવી ધમકાવતા હતા.
તે ઉપરાંત બળજબરીથી ફરીયાદી તથા તેના પરીવાર પાસેથી અત્યાર સુધીમાં રૂૂપીયા પીચોતેર લાખના મુદલના બદલે ચાર કરોડથી વધુની રકમ વ્યાજ અને પેનલ્ટી રૂૂપે કઢાવી લઈ ગુન્હો કર્યા બાબતની જાહેરાત આપતા હિરલબા ભુરાભાઈ જાડેજા તથા તેના સાગરીતો વિરૂૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.