ટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયો
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ફરી જખઈ મોરબી એલસીબી તથા ટંકારા પોલીસને ઉંઘમાં રાખી ત્રાટકી હતી જ્યાં ગોડાઉનમાં દરોડા પાડી રૂા. 13 લાખની કિંમતનો એસએમસીએે 180 બોટલ વિદેશી દારૂૂ ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા પંથકમાં ફરી જખઈ ત્રાટકી છે પહેલા ટંકારા તાલુકામાંથી ભેળસેળયુક્ત ઓઈલનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું, ત્યારબાદ ખીજડીયા ચોકડી નજીકથી પિસ્તોલ અને જીવાતા કાર્ટીસ સાથે એક ઝડપી પાડયો હતો, દારૂૂ અને કંમ્ફર્ટ હોટલની તપાસ પણ જખઈને સોંપવામાં આવી હતી ત્યારે આજે ફરી એક વખત એસએમસીની ટીમ ટંકારા પોલીસ અને મોરબી એલસીબી પોલીસને ઉંઘતી રાખી ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલ ગોડાઉનમા દરોડો પાડી અંદાજે 180 જેટલી વિદેશી દારૂૂની પેટી ઝડપી પાડી છે. ટંકારા પોલીસ સ્ટેશન પીઆઈ કક્ષાનું બન્યાના થોડા મહિનામાં સ્ટેટ મોનિટરીંગ સેલે અનેક રેડ પાડી સૌને ચોકાવી દિધા છે ત્યારે હાલમાં 5-6 દિવસ પહેલા નવા પીઆઇ તરીકે કે. એમ. છાસિયા ને ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ ફરી આજે રેડ કરી રેડનો સીલસીલો સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જે કામ સ્થાનિક પોલીસને કરવું જોઈએ તે સ્ટેટ મોનિટરીંગ સેલે કરી છે.