સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયો
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દરોડો પાડીને રૂૂ. 1.35 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 7 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. SMCના પીએસઆઇ વી.એન. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે થાનગઢ બાયપાસ રોડ પર ઇન્ડિયન ઓઇલ પમ્પ અને સુપ્રીમ સિરામિક પાસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂૂની 21,792 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત રૂૂપિયા એક કરોડ જેટલી એટલે કે ₹99,97,920 થાય છે. આ ઉપરાંત પોલીસે બે વાહનો, સાત મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂૂ. 1,35,94,420નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે ઘટનાસ્થળેથી આઠ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અશોક દાદુ ધાંધલ (થાનગઢ), વિશ્વજીત ભરતભાઈ ખાચર (વેલાલા, થાનગઢ), હુક્મારામ હરખારામ સરન (અરાતા, બાડમેર), રાહુલ રણજીત ડાભી (ઉમરડા, મુળી), ખેંગાર સિંધાભાઈ મુંધવા (ઉમરડા, મુળી), રાહુલ રમેશભાઈ શ્રવણ (ઉમરડા, મુળી) અને કાના મહાદેવભાઈ રૂૂદાતલા (ઉમરડા, મુળી)નો સમાવેશ થાય છે.
પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ શરૂૂ કરી છે. ફરાર આરોપીઓમાં રવિ ઉર્ફે ટીડો ધાંધલ (સુદામડા, સાયલા), ઉદય દાદભાઈ (કડમડ), બોલેરો કારનો માલિક, ટ્રકનો માલિક, આ દારૂૂનો જથ્થો મોકલનારો રાજસ્થાનનો સુરેન્દ્રસિંહ સુરસા જાટ, ગોપાલ કમાભાઈ ખાંભલા (ઉમરડા, મુળી), આરોપી હુક્મારામને ટ્રક આપનાર શખસનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.