ભાવનગરમાં વધુ એક હત્યા: મારામારીમાં ઘવાયેલ યુવાનનું મોત
શહેરમાં 11 માસમાં 37 ખૂનના બનાવો
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં ત્રણેક દિવસ પૂર્વે મારામારીની ઘટના માં ઇજા પામનાર યુવાન નું આજે સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. છેલ્લા 11 માસ દરમિયાન ભાવનગરમાં આ ખૂન નો 37 મો બનાવ છે.
ભાવનગર શહેરમાં ગુનાખોરી વધી રહી છે. મારામારી ખૂનની કોશિશ અને હત્યાના બનાવો વધી રહ્યા છે. શહેરના વડવા વિસ્તારમાં ગત તા. 16 નવેમ્બરના રોજ સીમલા પાન સેન્ટર પાસે માથાકુટ થઈ હતી. જેમાં પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં વસીમભાઈ રજાક ભાઈ જાકા ઉ.વ. 27 ને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ખાનગી હોસ્પિટલમાં ત્રણેક દિવસથી સારવાર લેવાઈ રહી હતી. પરંતુ ગંભીર રીતે પથ્થરોના ઘા વાગવાથી વસીમભાઈએ આજેબસારવાર દરમિયાન દમ તોડયો હતો. જેની જાણ પોલીસ તંત્રને થતા તાબડતોબ પોલીસ તંત્ર હોસ્પિટલ દોડી ગયું હતુ. જ્યા સમગ્ર ઘટના વિશે વિસ્તૃત માહિતી એકત્ર કરીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મારામારીમાં ઈજાગ્રસ્ત યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દેતા ભાવનગરમાં ચાલુ વર્ષ દરમિયાન 37મી હત્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.