For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતને લજવતી વધુ એક ઘટના, :ફૂટપાથ પર સુતેલી 6 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

02:08 PM Mar 15, 2025 IST | Bhumika
સુરતને લજવતી વધુ એક ઘટના   ફૂટપાથ પર સુતેલી 6 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

ગુજરાતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાનો કિસ્સો સામે આવ્યો છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી. હાલમાં બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઘટનાને લઇને કતારગામ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મળતી વિગતો અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં બાળકી સાથે હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે. 6 વર્ષની માસુમ સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં છ વર્ષની બાળકી મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સૂઈ રહી હતી. રાત્રિના સમયે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેને ઊંચકીને લઈ ગયો હતો. તેણે પહેલાં બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાસ્થળ ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર જ દૂર હતું, જ્યાં હેવાને માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી હતી. નરાધમ દુષ્કર્મ બાદ તે બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી.

આજે સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ ચોંકી ગઈ હતી. બાળકીએ માતાને કહ્યુ કે, ‘કોઈ કાકા મને લઈ ગયા હતા...’ બાદમાં માતા-પિતા તરત જ બાળકીને લઈને સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતાં, જ્યાં તબીબોએ બાળકીની હાલત જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે નરાધમને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે, 14 માર્ચની મોડી રાતથી 15 માર્ચની વચ્ચે પાંચથી છ વર્ષની બાળકી સાથે અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્ચ અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે. બાળકીએ આરોપીને અડધી રાતે જોયો હતો અને તેને યાદ છે તે પ્રકારે આરોપીના ચહેરાનું પ્રાથમિક વર્ણન કર્યું છે.

બાળકી ફુટપાથ પર ઈવી ચાર્જિંગ સ્ટેશન પાસે માતા અને ભાઈ-બહેનો સાથે સૂતી હતી, ત્યારે આરોપીને તેને ઉઠાવી ગયો હતો. આરોપી દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને પરત તેજ જગ્યાએ મૂકી ગયાનું તેની માતાએ જણાવ્યું હતું. બાળકીની હાલત હાલમાં સામાન્ય છે અને તે વાતચીત પણ કરી રહી છે. પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement