રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યમાં વધુ એક ગેંગરેપ!! સુરેન્દ્રનગરમાં 17 વર્ષની સગીરાને 8 નરાધમોએ પીંખી નાખીમ ફરિયાદ દાખલ

02:53 PM Oct 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતેન શર્મશાર કરતી વધુ એક ઘટના સામે છે. રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડી.વાય.એસપી રબારીએ આપેલી માહિતી અનુસાર આ મામલે એકની ધરપકડ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ થતા પીડિતાની માતાએે આઠ નરાધમો સામે થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આઠ શખસોમાંથી કેટલાક આરોપીઓ દ્વારા સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. અલગ અલગ 8 અનારધમોએ છેલ્લા સાત મહિનામાં સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોલીસ ફરિયાદમાં 8 આરોપીઓના નામ આપ્યા છે.

આ આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ

1-અજય ભરવાડ

2-અજય અલગોતર

3-શૈલેષ અલગોતર

4-ધ્રુવ ચાવડા

5-કૌશિક ગોસ્વામી

6-વિજયસિંહ સોલંકી

7-દર્શન સદાદિયા

8-કાનો ઉર્ફે હરી

આ સમગ્ર મામલે પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
crimegujaratgujarat newsmolestedrapedSurendranagarSurendranagar news
Advertisement
Next Article
Advertisement