For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપરમાં વધુ એક શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

04:24 PM Jun 20, 2025 IST | Bhumika
શાપરમાં વધુ એક શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
oplus_2097184

હદય રોગના હુમલો હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં શાપર-વેરાવળમાં મજુરી કામ કરતા શ્રમિક પ્રૌઢનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Advertisement

આ બનાવ અંગે પલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાપરમાં આવેલા શિતલામાતાજીના મંદિર પાસે કંપનીમાં કામ કરતા કારુભાઈ બાબુલાલ ચૌધરી નામના 47 વર્ષના યુવક રાત્રીના 8 વાગ્યાના અરસામાં કંપનીમાં હતા ત્યારે હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. પ્રૌઢનું તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક મુળ બિહારના વતની અને તેને સંતાનમાં એક પુત્ર અને છ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં સરધાર નજીક આવેલ ભુપગઢ ગામે રહેતી સોનુબેન સોહનભાઈ અજનાર નામની 19 વર્ષની પરણીતા વાડીએ હતી ત્યારે અકસ્માતે વિજશોક લાગતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વદુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement