રાજકોટમાં વધુ એક ક્રિપ્ટો કૌભાંડ; પ કરોડની છેતરપિંડી
બેંક કર્મચારી, તબીબ સહિતના અધિકારીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ટોળકી ફરાર થઇ ગઇ
કંપનીના માલિક અને ભાગીદારો સામે ગુનો નોંધવા રોકાણકારોની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત
રાજકોટમા બીઝેડ જેવા કૌભાંડ અંગે તાલુકા પોલીસે 18 દિવસ બાદ ગુનો નોંધ્યો છે ત્યારે રાજકોટમા વધુ એક ક્રિપ્ટો કૌભાંડ સામે આવ્યુ છે જેમા બેંક કર્મચારી, તબીબ સહીતના 1પ થી વધુ લોકો સાથે આશરે પાંચ કરોડની છેતરપીંડી થઇ હોય જેમા ગુનો નોંધવા માટે પોલીસ કમિશનર સમક્ષ ભોગ બનનાર રોકાણકારોએ રજુઆત કરી છે અને આ મામલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ તપાસના આદેશ આપી જરૂર પડયે આગામી દિવસોમા આ મામલે ગુનો નોંધવા પણ આદેશ કર્યો છે. ક્રિપ્ટો ટોકનની છેતરપીંડીમા રાજકોટના રેસકોર્ષ પાછળ રહેલા કંપનીના ફાઉન્ડર અને કલેકશનનુ કામ કરતા કુવાડવા રોડ પર રહેતા શખ્સનુ નામ આપવામા આવ્યુ છે.
શહેરના રેલનગરના આસ્થા ચોકમા જય અંબે એપાર્ટમેન્ટ બી ર04 મા ઓફીસ ધરાવતા વિજય મનહરલાલ વાછાણી એ પોલીસ કમિશનરને કરેલી રજુઆતમા રેસકોર્ષ પાછળ જય ગીત સોસાયટીમા રહેતા મિલન ધનજી ચાવડા તથા કલેકશનનુ કામ કરનાર કુવાડવા રોડ પર નરશિ મેહતા ટાઉનશીપમા રહેતા ઇરફાન ઉમરાખાન પઠાણનુ નામ આપ્યુ છે. વિજયભાઇએ કરેલી અરજીમા જણાવ્યુ છે કે તેઓ બેંકની ડીએસએ લોનનુ કામ કરતા હોય તેનો પરીચત મિલન ધનજી ચાવડા સાથે થયો હતો. મિલને તેના ક્રિપ્ટોના પ્લાન અંગે વિજયભાઇને સમજાવ્યા હતા.
MIE / CAVADA નામની કંપનીમા રોકાણ કરી ઉચા વળતરની લાલચ આપી હતી જેમા વિજયભાઇ આ પ્રોજેકટમા માર્ચ ર0ર3 મા જોડાયા બાદ નજીકના કુટુંબી અને વેપારી મિત્રોને વાત કરતા વિજયભાઇ અને તેના કુટુંબના લોકોએ તથા ડોકટર પરેશભાઇ રાંક સહીતનાઓએ આશરે પાંચ કરોડનુ રોકાણ કર્યુ હતુ. દર મહિને 6 ટકા એટલે કે 30 હજાર રૂપીયા મળશે અને બેંકમા રૂપીયા જમા થશે તેવુ જણાવ્યુ હતુ. તેમજ આ પ્રકરણમા CAVDAX નામની કંપનીનુ એક્ષચેંજ છે જેમા આ ક્રિપ્ટોનુ વેચાણ કરી મોટો નફો મળશે છ મહીનાથી ટોકન વેચાણ ચાવડા ક્રિપ્ટો ટોકનના રૂ. 4.10 પૈસામા ટ્રાન્સફર કરી અને તેનો ર7 રૂપીયાના ભાવે લીસ્ટીંગ થશે તેવો વાયદો કરી જયારે ગત 23-2-24 ના રોજ આ ક્રિપ્ટોનુ લીસ્ટીંગ થયુ ત્યારે કોઇપણ રોકાણકાર આ ટોકનનુ વેચાણ કરી શકે નહીં તેવી સ્થીતી જાણીને લીસ્ટીંગ કરેલ ભાવ રૂ. 3 આસપાસ ખુલ્યા બાદ એકજ મિનીટમા ભાવ 90 ટકા ડાઉન થઇ અને 1પ દિવસમા ટોકનનો ભાવ માત્ર પ પૈસા થઇ ગયો હતો. ત્યારબાદ આ કંપનીએ સ્કીમ બંધ કરી દીધાનુ કહી માલીકોએ હાથ ઉચા કરી દીધા હતા. જેથી ભોગ બનનાર તમામએ આ મામલે પોલીસ કમિશનરને પોતાની મરણ મુડી પાછી મળે તે માટે રજુઆત કરી છે.
ભોગ બનેલા રોકાણકારો
વિજયભાઇ વાછાણી અને તેમના વેપારી મિત્રોના 7ર લાખ
જુબેરભાઇ બાદી અને તેમના કુટુંબીના 80 લાખ
ઉવેશ બાદી અને તેમના કુટુંબી લોકોના 40 લાખ
ડો. પરેશભાઇ રાંકના રેફરન્સથી તેમના મિત્રોના 10 લાખ
નિરવભાઇ મોલીયાના 1 લાખ
કલ્પેશભાઇ સંખરવાના પ0 હજાર
ફૈઝાન બુખારીના રેફરન્સથી તેમના મિત્રોના રૂ. 1.1પ કરોડ