For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સમય ટ્રેડીંગના પ્રદિપ ડાવેરા સામે વધુ 1.18 કરોડની ઠગાઇની ફરિયાદ

01:40 PM Sep 12, 2025 IST | Bhumika
સમય ટ્રેડીંગના પ્રદિપ ડાવેરા સામે વધુ 1 18 કરોડની ઠગાઇની ફરિયાદ

પ્રદિપ ડાવેરા સહિત ત્રણ શખ્સોએ સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ અને આશિષ કો. ઓપરેટીવમાં રોકાણ કરાવડાવી ઓફીસને તાળાં મારી દીધા

Advertisement

રોકાણકારોને સારૂ રીટર્ન મળશે તેવી લાલચ આપી: પ્ર.નગર પોલીસમાં પ્રદિપ ડાવેરા સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

રાજકોટ શહેરમા સમય ટ્રેડીંગના પ્રદિપ ડાવેરા અને તેમના ભાગીદારો સામે રોકાણકારો સાથે 1.18 કરોડની છેતરપીંડી કર્યાની વધુ એક ફરીયાદ પોલીસમા નોંધવામા આવી છે. આ ઘટનામા રોકાણકારોને સારૂ વેતન મળશે તેવી લાલચ આપી પૈસા ઉઘરાવ્યા બાદ પેઢીને તાળા મારી આરોપીઓ ભાગી ગયા હતા. આ ઘટનામા આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

Advertisement

વધુ વિગતો મુજબ જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમા રહેતા અને મહાનગર પાલિકાની ઓફીસમા નોકરી કરતા વિનોદભાઇ પરસોતમભાઇ નૈયર (ઉ.વ. 31 ) ની ફરીયાદ પરથી પ્રદિપ ખોડાભાઇ ડાવેરા, દિવ્યેશ કાલાવડીયા અને હિતેશ લુકા સામે છેતરપીંડી અને ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડીપોઝીટ એકટની કલમ 3 મુજબ કાર્યવાહી કરવામા આવતા પ્રનગર પોલીસ મથકનાં પીઆઇ વસાવા સહીતની ટીમ તપાસ ચલાવી રહી છે.

આ ઘટનામા ફરીયાદી વિનોદભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે આજથી 7 થી 8 વર્ષ પહેલા તેઓ નાણાવટી ચોકમા આવેલા ઝાસલ કોમ્પલેક્ષમા નોકરી કરતા હતા ત્યારે તેઓએ અમુક રકમની બચત કરી હતી. અને સબંધીઓ મારફતે સમય ટ્રેડીંગ બાબતે રોકાણ અંગેની માહીતી મળી હતી. જેથી તા. 1-1-19 નાં રોજ દોઢસો ફુટ રીંગ રોડ પર નક્ષત્ર કોમ્પલેક્ષ આવેલુ છે જેમા સમય ટ્રેડીંગ ઓફીસમા 1 લાખ રૂપીયા ભર્યા હતા. અને તા. 15-1-20 સુધીમા કુલ 23 લાખ રૂપીયા અલગ અલગ સમયે સમય ટ્રેડીંગમા જમા કરાવ્યા હતા. અને આ સમયે સમજુતી કરાર પણ કરવામા આવ્યો હતો. 23 લાખની રકમ સામે તેમની પ લાખ સુધી પ્રોફીટ મળ્યુ હતુ. અને ત્યારબાદ પ્રદીપ ડાવેરાએ આગળનુ પ્રોફીટ 3 મહીના બાદ આપવાનુ વચન આપ્યુ હતુ.

અને આ પ્રદીપ ડાવેરા, દિવ્યેશ કાલાવડીયા અને હિતેશ લુકાએ સમય ટ્રેડીંગ કંપની બંધ કરી આશિષ કો. ઓપરેટીવ સોસાયટી લી. નામની મંડળી ચાલુ કરી હતી. આ મંડળીમા પણ પ્રદીપ ડાવેરાનાં કહેવાથી પૈસા જમા કરાવ્યા હતા. અને આ રકમ ર - 3 મહીનામા પરત આપી દેશે તેવી બાહેધરી આપી હતી. આમ છતા તેઓએ વિનોદભાઇની રકમ પરત આપી નહોતી.

અને મંડળીએ જઇ તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે તેમનાં સમાજનાં ઘણા લોકોનાં રૂપીયા આ સ્કીમમા રોકાયેલા છે જેથી તેઓનાં રૂપીયા પરત મળ્યા નહોતા. અને સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ અને આશિષ ક્રેડીટ કો. ઓપરેટીવ મંડળીમા રોકાણ કરવામા આવ્યુ હતુ.

ત્યારબાદ સમાજનાં લોકોએ એકઠા થઇ 5-10-20 થી પોલીસમા અરજીઓ કરી હતી. અને આ પ્રદીપ ડાવેરાએ 8 મહીનામા તમામનાં પૈસા પરત આપી દેશે તેવુ લખાણ કરી આપ્યુ હતુ. આ પ્રદીપ ડાવેરાએ શિતલ પાર્ક પાસે આવેલી ધ સ્પાયર બિલ્ડીંગ આશિષ કો. ઓપ. લી. મંડળી ચાલુ કરી હતી જેમા ઘણા લોકોએ પૈસા રોકયા હતા. આ ટ્રેડીંગ કંપનીમા ઘણા એજન્ટ મારફતે રૂપીયાનુ રોકાણ કરવામા આવ્યુ હતુ. વિનોદભાઇનાં ર3 લાખ રૂપીયા ટ્રેડીંગમા રોકાયા હતા.

અને બાદમા તેમને જાણવા મળ્યુ હતુ કે તેમનાં સમાજનાં યશભાઇ ઘાવરીનાં 9 લાખ, કાળીબેન વાઘેલાનાં 3 લાખ , મીનાબેન સોઢાનાં ર7.પ0 લાખ, સોભનાબેન સોઢાનાં ર0 લાખ, સતીષભાઇ રાઠોડનાં 4 લાખ, ગીરીશભાઇ રાઠોડનાં ર0 લાખ, જયેન્દ્રભાઇ ઘાવરીનાં ર લાખ , હેમંતભાઇ વાઘેલાનાં પ લાખ, જયાબેન હેમંતભાઇ વાઘેલાનાં પ લાખ આમ કુલ 9પ.પ0 લાખનુ રોકાણ આ ત્રણેય ટ્રેડીંગ મંડળીમા કરવામા આવ્યુ હતુ. આ લોકોનાં રૂપીયા પ્રદીપ ડાવેરા, દિવ્યેશ કાલાવડીયા અને હિતેશ લુકા સારૂ વળતર મળવાની લાલચે ઓળવી ગયા બાદ પરત ન આપતા પ્રનગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ કરતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે છેતરપીંડી સહીત કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement