ટંકારા આંગડિયા લૂંટ પ્રકરણનો વધુ એક આરોપી ઝડપાયો
આંગણીયા પેઢીના કર્મી પાસેથી 90 લાખની લૂંટ ચલાવેલ, અગાઉ ત્રણ આરોપીની ધરપકડ થયેલ
ટંકારા ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલ ચકચારી લૂંટના ગુનામાં પોલીસે વધુ એક આરોપીને રૂૂપિયા એક લાખની રોકડ રકમ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા. 21 મેના રોજ ફરિયાદી નીલેશભાઈ ભાલોડી અને જયસુખભાઈ ફેફર બંને રાજકોટથી ટી એન્ટરપ્રાઈઝ આંગડીયા પેઢીના રોકડ રૂૂપિયા લઈને ગાડીમાં મોરબી આવતા હતા ત્યારે કારનો પીછો કરી ખજુરા હોટેલ પાસે લાકડાના ધોકા, પાઈપ વડે હુમલો કરી 90 લાખની રોકડ લૂટ ધાડ કરી આરોપીઓ નાસી ગયા હતા ફરિયાદીએ સાતેક અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે નાકાબંધી દરમિયાન આરોપી અભી લાલભાઈ અલગોતર અને અભિજિત ભાવેશ ભાર્ગવ રહે બંને ભાવનગર વાળાને ઝડપી લઈને રોકડ રૂૂ 72.50 લાખ અને અન્ય મુદામાલ સહીત કુલ રૂૂ 81.50 લાખની મત્તા કબજે લીધી હતી લૂંટના ગુનામાં માહિતી આપનાર જબલપુર સીમમાં બાલાજી કારખાનાનો સંચાલક દિગ્વિજય અમરશી ઢેઢીનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
અન્ય ફરાર આરોપીને ઝડપી લેવા અલગ અલગ તિઓ બનાવી પોલીસ તપાસ ચલાવી રહી છે ગુનામાં આરોપી હિતેશ ચાવડા, નીકુલ અલગોતર, દર્શીલ ભરવાડ, અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીરના નામો ખુલયા હતા અને તપાસ દરમિયાન આરોપી હિતેશ ચાવડા ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામની સીમમાં શ્રી વીજાઆપાના આશ્રમ ખાતે હોવાની બાતમી મળતા બે ટીમો બનાવી દુધાળા ખાતે આશ્રમમાં તપાસ કરતા આરોપી હિતેશ ચાવડા મળી આવ્યો હતો જે આરોપીને ઝડપી લઈને લૂંટમાં ગયેલ પૈકી રોકડ રૂૂ 1 લાખ જપ્ત કરવામાં સફળતા મળી છે.
જે આરોપીની પૂછપરછમાં પોતે અને સહ આરોપી પરેશ જોગરાણા, દર્શીલ બોલીયા અને અન્ય એક વ્યક્તિ બધા રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે મિત્ર સહ આરોપી અલ્પેશ પરમાર, મેહુલ આહિરે જણાવ્યું હતું કે રાજકોટથી મોરબી દરરોજ આંગડીયા પેઢીના મોટી માતબર રકમ ભરેલ કાર જાય છે જેને આંતરી લૂંટ કરવાની છે જેથી અલ્પેશ પરમારે મોબાઈલ ફોનમાં લોકેશન મોકલ્યું જેને આધારે આરોપી હિતેશ ચાવડા, પરેશ જોગરાણા અને દર્શીલ બોલીયા ત્રણેય રાજસ્થાનથી સીધા ટંકારા જબલપુર ગામની સીમમાં બાલાજી કોઇર કારખાને આવ્યા હતા જ્યાં અલ્પેશ, મેહુલ અને દિગ્વિજય હાજર હતાા.
બધાએ મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તા. 20 મેના રોજ ટંકારાથી હિતેશ ચાવડાની બલેનો કાર લઈને રાજકોટ બેડી ચોકડી આંગડીયા પેઢીની કારની રેકી કરી પરંતુ એક કારથી લૂંટ શક્ય ના હોય વધુ માણસોની જરૂૂરત થતા હિતેશ ચાવડાએ મિત્રો અભી, અભિજિત અને નીકુલને પોલો કાર સાથે ટંકારા બોલાવ્યા હતા અને લૂંટમાં સામલે કર્યા હતા.