For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયો

01:05 PM Aug 01, 2025 IST | Bhumika
ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયો

Advertisement

ટંકારા નજીક ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને જામનગરથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ગઇ તા.21 મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે. રાજકોટ વાળા બન્ને રાજકોટ 150 ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂૂપીયા XUV-300 નં-GJ-03- NK-3502 વાળીમાં લઈને રાજકોટ થી મોરબી આવતા હોય તે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હુમલો કરી XUV-300 નં-GJ-03- NK3502 માંથી રોકડા રૂૂપીયા-90,00,000/- ની લુંટ ધાડ કરી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીએ સાતેક અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હોય.

આ લુંટના ગુન્હામાં છ શખ્સો પકડાય ગયેલ હોય જે ફોકસવેગન કાર નં-GJ-01 -RE-7578 વાળીમા આરોપીઓ નાસી ગયેલ હોય જે આરોપીઓ પૈકી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર રહે.સુરત વાળો નાસતો ફરતો હોય જે આરોપી જામનગર ખાતે હોવાની બાતમી મળતા જામનગર ખાતે પોલીસ ટીમ સાથે રહેણાંક મકાને ઝડતી કરતા આરોપી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર ઉ.વ.24 રહે.સુરત હાલ જામનગર મયુરનગર વાળાની ખરાઈ કરી આરોપી આ ગુન્હાના રોકડ રૂૂપીયા મુદામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્રારા લુંટના ગુનાને અંજામ આપી લાંબા સમયથી નાસતો ફરતો હોય જેને પકડી પાડેલ હોય તેમજ આરોપીના રીમાન્ડ મંજુર થતા અલગ અલગ દીશામા હાલમા તપાસ તજવીજ ચાલુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement