For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ એરપોર્ટ પરથી વધુ 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

01:41 PM Sep 23, 2025 IST | Bhumika
અમદાવાદ એરપોર્ટ પરથી વધુ 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

વિયેતનામથી આવેલા બે મુસાફરોની ધરપકડ: ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડવા માટે થાઇલેન્ડ બાદ હવે વિયેતનામ સ્પલાયરો માટે નવો રસ્તો

Advertisement

અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે. ત્યારે વધુ એક વખત વિયેતનામથી આવી રહેલી ફ્લાઇટમાં આવેલા બે મુસાફર પાસેથી કસ્ટમ્સની ટીમે રૂૂ.8 કરોડનો 8.400 કિલો હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો.સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગે બંને આરોપી અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી 250 કિલો અને ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 50 કિલો મળી કુલ 300 કિલો હાઇબ્રિડ ગાંજો (કિંમત રૂૂ.300 કરોડ) ઝડપી લેવાયો છે. એ ઉપરાંત રૂૂ.10 કરોડનું હેરોઇન પણ કબજે કરવામાં આવ્યું છે.મુસાફરની બેગમાંથી 8 કરોડથી વધુ ગાંજો મળ્યો એરપોર્ટ પર વધી રહેલી દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરીને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ એજન્સીઓએ બાજનજર રાખી છે. એ દરમિયાન કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્ટ યુનિટને મળેલી ચોક્કસ બાતમીના આધારે હનોઈ (વિયેતનામ)થી વિયેતજેટ એરલાઇન્સની ફ્લાઇટ ટઉં 1925માં બે મુસાફર અમદાવાદ આવી રહ્યા છે.

Advertisement

ફ્લાઇટ આવતાં જ તેમને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બંને મુસાફરોના સામાનમાંથી 16 વેક્યૂમ સીલ કરેલાં પારદર્શક પેકેટ્સ મળ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં આ પેકેટ્સમાં ભરાયેલો પદાર્થ મરીજુઆના (કેનબિસ/હાઇડ્રોફોનિક ગાંજો) હોવાનું બહાર આવ્યું હતું. ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 8.400 કિલો ગાંજો કબજે લેવાયો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 8 કરોડથી વધુ ગણવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટ દાણચોરો માટે હોટ ફેવરિટ, 3 મહિનામાં 250 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે. કસ્ટમ્સ વિભાગે છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 250 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે, સાથે સાથે સોનાની દાણચોરીના બનાવો પણ વારંવાર બહાર આવતા રહ્યા છે, આથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય દાણચોરો માટે હોટ ફેવરિટ બની ગયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement