અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી
ગોંડલ તાલુકાના 79 ગામના સરપંચો અને અમિત ખૂંટના પરિવારે પત્રકાર પરિષદમાં કરેલી જાહેરાત
પોપટ સોરઠિયા હત્યા કેસની જેમ પોલીસને સિટ બનાવી પિતા-પુત્રને તાત્કાલિક ઝડપી લેવા માંગ
રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ અને તેનો પુત્ર રાજદીપસિંહ પોલીસ પકડથી દૂર હોય ત્યારે આ મામલે ગોંડલ આસપાસના 79 ગામના સરપંચો ભેગા થયા હતા અને પિતા-પુત્રની જો 15 દિવસમાં ધરપકડ નહીં થાય તો મૃતક અમિતના કાકા સહિતના પરિવારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા વાતાવરણ ગંભીર બન્યું હતું ગઈકાલે ગોંડલ તાલુકાના 79 ગામના સરપંચો અને અમિત ખુંટના પરિવારે એક પત્રકાર પરિષદ યોજી હતી. ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસ બાદ પોલીસે જે રીતે સ્કોડ બનાવી તે રીતે સ્કોડ બનાવી પિતા-પુત્રને ઝડપી લેવા માંગ.
પ્રેસ કોન્ફોરન્સ માં અમીત ખુંટ નાં કાકા જેન્તીભાઈ ખુંટે કહ્યુકે અનિરુદ્ધસિંહ પંહોચતી વ્યક્તિ છે.જે હજુ સુધી પકડાયો નથી.રીબડા અમન ચૈન અને શાંતિ ઝંખેછે.જો પંદર વીસ દિવસ માં અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહ નહી પકડાય તો અમારો પરિવાર આત્મવિલોપન કરશે.
તાલુકા પંચાયત નાં ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોળ એ કહ્યુ કે અમીત ખુંટ નાં પરીવાર પડખે આજે અઢારેય વર્ણ ઉભુછે.આ પ્રેસ કોન્ફોરન્સ માટે તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયત નાં તમામ સદસ્યો 79 ગામડાનાં સરપંચો અહી હાજર છે.આ અન્યાય ની સામે ન્યાયની લડત છે.અમીતે ન્યાય માટે જીવ ખોયો છે.સરકાર ગુનેગારોની સત્વરે ધરપકડ કરે તે જરુરીછે. નવાગામ નાં સરપંચ રમેશભાઈ કાકડીયા એ આક્ષેપ કર્યો કે અનિરુદ્ધસિંહ અને તેના મળતીયાઓ દ્વારા તેની ગેરકાયદેસર હોટેલ બાંધી તેમાં કલબો ચલાવેછે.અને દેશી દારુનુ વેચાણ કરેછે.આ પેશકદમીને ત્વરિત હટાવવી જોઈએ.
કિશાન મોરચાનાં પ્રમુખ લાલભાઈ તળાવીયાએ કહ્યુકે આરોપીઓ હજુ સુધી પોલીસ પક્કડ ની બહાર છે.અમીતે ગત વિધાનસભાની ચુંટણી માં રીબડામાં ભાજપ નો જંડો ઉપાડ્યો હતો.રીબડામાં ક્યારેય ભાજપ નું મતદાન થયુ ના હતુ.અમીતે ભાજપ તરફી મતદાન કરાવ્યુ હતુ.ત્યારથી અમીત ઉપર કાવાદાવા શરુ થયા હતા.તેનો કાંટો કાઢવા પ્રયત્નો કરાતા હતા.ત્યારે તેને ન્યાય મળવો જરુરીછે.
માર્કેટ યાર્ડ વેપારી મંડળનાં પ્રમુખ યોગેશભાઈ ક્યાડાએ કહ્યુકે અમીતને ફસાવનાર હની ટ્રેપ નાં માસ્ટર માઇન્ડ કોણછે.એ ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યુછે.જેથી સીટ ની રચના કરી તપાસ કરવા માંગ કરી હતી.તેમણે કહ્યુ કે આગામી સમયમાં તમામ સમાજ ને સાથે રાખી રણનીતી ઘડાશે.
ભરુડીનાં ઇન્દ્રજિતસિહ જાડેજાએ જણાવ્યુ કે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ તથા રહીમ ને પકડવા ગૃહમંત્રી રાજ્ય પોલીસ વડા સુધી રજુઆતો કરાશે.આરોપીઓ ક્રીમીનલ લોકોછે.ત્યારે પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસ માં જે રીતે અલગ અલગ સ્કોડ બનાવી તપાસ હાથ ધરાઇ હતી.તે રીતે પોલીસ ની સ્કોડ બનાવી તપાસ કરવા અને સુત્રધારોને જડપી લેવા તેમણે માંગ કરી હતી. ગોવિંદભાઈ સગપરીયાએ કહ્યુ કે અમીત ની ઘટના પછી રીબડાનાં યુવાનો ડર અનુભવેછે.અમિત નાં મૃતદેહ સ્વિકારતી વેળા પોલીસે આરોપીઓ ને જલ્દી જડપી લેવા ખાત્રી આપી હતી.પણ તેનુ પાલન થયુ નથી.
અનિરુદ્ધસિંહ ની ગેરકાયદેસર પ્રવૃતિઓ સરકાર જાણતી હોવા છતા કંઈ કરતી નથી. તાલુકા પંચાયત સભ્ય હરિશ્ર્ચંદ્રસિંહ ઝાલા,મોટા ઉમવાડા સરપંચ ભુપતભાઇ ડાભી,તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ ઠુંમર સહીતે વહેલીતકે અનિરુદ્ધસિંહ સહિત નાં મુખ્ય સુત્રધારોને જડપી લેવા સરકારમાં માંગ કરાશે તેવુ જણાવ્યુ હતુ. પ્રેસ કોન્ફોરન્સ માં સામતભાઇ બાંભવા ,દિપકભાઈ રુપારેલીયા, કરણસિંહ જાડેજા, બેટાવડ સરપંચ હરુભા, ઘોઘાવદર સરપંચ હરેશભાઈ સાવલીયા સહિત સરપંચો હાજર રહ્યા હતા.