For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અકસ્માત કેસમાં વાહનચાલકને બે વર્ષની સજા ફટકારતી અદાલત

03:51 PM Feb 01, 2025 IST | Bhumika
અકસ્માત કેસમાં વાહનચાલકને બે વર્ષની સજા ફટકારતી અદાલત

ગઢકાના પાટિયા પાસે વાહનની રાહ જોતા પરિવારને પીકઅપ વાને અડફેટે લેતા માસુમ બાળકીનું મોત નિપજ્યું’તું

Advertisement

શહેરના ભાવનગર રોડ પર આવેલા આર કે યુનિવર્સિટી સામે ગઢકા ગામના પાટીયા પાસે વાહનની રાહ જોઈ રહેલા પરિવારને પીકઅપ વાને હડફેટે લેતા જેમાં ગંભીર રીતે ધવાયેલા માસુમ પુત્રીનું મોત નીપજવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલત વાહન ચાલકને બે વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ પ્રવીણભાઈ છગનભાઈ બથવાર સહિતનો પરિવાર ભાવનગર રોડ ઉપર આવેલા આરકે યુનિવર્સિટી પાસે વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એમપી 14 જીસી 965 નંબરની પીકઅપ વાને રંજનબેન પ્રવીણભાઈ બથવાર અને તેની પુત્રી કોમલ સહિત બંનેને હડફેટે લેતા સારવાર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કીર્તિ ઉર્ફે કોમલ નામની 13 વર્ષથી માસુમનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે પ્રવીણભાઈ છગનભાઈ બથવારની ફરિયાદ પરથી વાહનના ચાલક મધ્યપ્રદેશના બળવંતસિંહ રામસિંહ સિસોદિયા સામે ફેટલ સહિતની અકસ્માતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજુ કરવામાં આવતા કેસની સુનાવણી ચાલવા પર આવી હતી જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે સરકારી વકીલે ફરિયાદી, સાહેદ, પંચ, નજરે જોનાર અને તપાસનીસને તપાસવામાં આવ્યા હતા.

Advertisement

દસ્તાવેજી પુરાવાઓમાં પીએમ રિપોર્ટ, એફએસએલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટકેલા ચુકાદાઓ અને દલીલ ધ્યાને લઇ ન્યાયધીશ આર.કે. ત્રિવેદીએ બળવંતસિંહ સિસોદિયાને તકસીરવાન ઠેરવી અલગ અલગ કલમ હેઠળ સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ડી.જે. વસવેલીયા રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement